Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ત્રણ રીઢા ગુનેગાર છરીઓ સાથે પકડાયા

આકાશ ઉર્ફ મરચો ૨૭ ગુનામાં, હિતેષ ઉર્ફ બંટી ૧૦ ગુનામાં અને સુરેશ ૭ ગુનામાં સંડોવાઇ ચુકયો છેઃ બી-ડિવીઝન પોલીસે પકડ્યા

રાજકોટ તા. ૨૪: ત્રણ રીઢા ગુનેગાર  આકાશ ઉર્ફ મરચો હરિભાઇ બાબરીયા (ઉ.વ.૨૩-રહે. મનહરપરા-૩ ભાવનગર રોડ), હિતેષ ઉર્ફ બંટી સવજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૦-રહે. માંડા ડુંગર પાસે ભીમરાવનગર) અને સુરેશ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૨-રહે. ચુનારાવાડ-૩)ને બી-ડિવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન છરીઓ સાથે પકડી લીધા હતાં.

પકડાયેલાઓમાં આકાશ ઉર્ફ મરચો રીઢો ચિલઝડપકાર છે. તેના વિરૂધ્ધ ચિલઝડપ, લૂંટના ૨૭ ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે હિતેષ ઉર્ફ બંટી વિરૂધ્ધ દારૂ-ચોરી સહિતના ૧૦ ગુના તથા સુરેશ વિરૂધ્ધ ચોરી-ચિલઝડપના સાતેક ગુના નોંધાઇ ચુકયા છે. આ ત્રણેય છરીઓ લઇ નીકળ્યા હોઇ કોઇ નવા ગુનાને અંજામ આપે એ પહેલા ભાવનગર રોડ ભવાનના પીપળા પાસેથી પકડી લેવાયા હતાં.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી  આર.એસ. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. મનોજભાઇ મકવાણા, કોન્સ. પરેશભાઇ સોઢીયા, સિરાજભાઇ ચાનીયા, મનોજભાઇ ગઢવી, મિતેષભાઇ આડેસરા, સંજય મિંયાત્રા, જયદિપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, ચાંપરાજભાઇ ખવડ સહિતે આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)
  • રાજકોટની દરેક કોલેજો-હાઇસ્કૂલોમાં કલેકટર તંત્ર ૧૦-૧૦ કો ઓર્ડીનેટર મુકશેઃ કોરોના સામે એલાને જંગ : એડી. કલેકટર પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં-આગામી દિવસોમાં રાજકોટની તમામ કોલેજો તથા હાઇસ્કૂલોમાં કોરોના સામે ખાસ જાગૃતિ-માસ્ક-સેનેટાઇઝર-સોશ્યલ ડીસ્ટન્સ વિગેરે બાબતે ૧૦-૧૦ કો-ઓર્ડીનેટર નિમવામાં આવશેઃ આ તમામને તંત્ર તાલીમ આપશે અને આ માસ્ટર ટ્રેનરો કોલેજ સ્કુલમાં કોરોના સામે લડવા અન્યોને તાલીમ આપશેઃ અવેરનેસ જાળવશેઃ ખાસ જાગૃતિ દાખવશે. access_time 3:28 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ : અનેક કર્મચારીઓને કોરોના વળગ્યોઃ યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ :ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટઃ પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના : યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ access_time 4:03 pm IST

  • વડોદરામાં વાઘોડિયા રોડ પાસેના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં લિફ્ટ રિપેર કરનારા મિકેનિકનું લિફ્ટ અચાનક શરૂ થતાં દબાઇ જતાં મૃત્યુ access_time 10:40 pm IST