Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રિક્ષાગેંગ ફરી ઝળકીઃ સિકયુરીટી ગાર્ડનું ખિસ્સુ બ્લેડથી કાપી ૧૧ હજાર બઠ્ઠાવ્યા

ભરતભાઇ ભરવાડ નોકરી પુરી કરી લીમડા ચોકથી રિક્ષામાં બેઠા, હોસ્પીટલ ચોકમાં ઉતર્યા ત્યારે 'કળા' થયાની ખબર પડી

રાજકોટ તા.ર૩ : શહેરમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ બઠ્ઠાવી લેતી રીક્ષા ગેંગ ફરી ઝળકી છ.ે ત્યાં લીમડા ચોકથી રીક્ષામાં બેઠેલા સીકયુરીટી ગાર્ડનું ખિસ્સુ બ્લેડથી કાપી ત્રણ શખ્સોએ રૂ.૧૧,૭૦૦ રોકડા સેરવી લેતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના બેડીપરા ગંગેશવર મહાદેવ રોડ પર રહેતા સિકયુરીટી ગાર્ડ ભરતભાઇ કરણાભાઇ મકવાણા (ઉ.પ૦) એ ગઇકાલે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે સીકયુરીટી ગાર્ડ તરીક ેનોકરી કરે છે. ત્ે ગત તા. ર૦ ના રોજ સવારે પોતે નોકરી પુરી કરી મોટી ટાંકી ચોકથી ચાલીને લીમડા ચોક પહોંચતા એક સીએનજી ઓટો રીક્ષાના ચાલકે રીક્ષા ઉભી રાખી 'કયાં જવુ છે કાકા'  પુછતા પોતે 'ડીલક્ષ ચોક જવુ છ.ે' ચાલકે 'રૂ.૧૦ થશે' કહેતા પોતે રીક્ષામાં બેસી ગયા હતા  અને રીક્ષામાં અગાઉથી ત્રણ પેસેન્જર બેઠા હતા બાદ આ રીક્ષા ચાલકે રીક્ષા જવાહર રોડ થઇ જયુબેલી ચોક થઇને હોસ્પીટલ ચોક પાસે રીક્ષા ઉભી રાખીને કહેલ કે 'તમો અહી ઉતરી જાવ હું આ લોકોને મુકીને પાછો આવું છું' જેથી પોતે ઉતરી ગયા હતા બાદ રીક્ષા ચાલક ચૌધરી હાઇસ્કુલ તરફ જતો રહ્યો હતો. થોડીવાર બાદ પોતે પોતાના પેન્ટના જમણી બાજુના ખીસ્સા ચેક રતા પ્લાસ્ટીકની નાની થેલીમાં રાખેલ રૂ.૧૧,૭૦૦ ગાયબ હતા અને ખીસ્સુ કોઇ બ્લેડ જેવી અથવા કોઇ ધારદાર વસ્તુથી કપાયેલી હાલતમાં  જોવા મળતા રીક્ષામાં બેઠલા ત્રણ શખ્સોએ ખીસ્સામાંથી રોકડ રકમ ચોરી લીધી હોવાની ખબર પડી હતી.

 બાદ પોતે પોતાના ઘરે જતા રહ્યા હતા. અને પુત્ર કિશન અને ગોપીને વાત કરી હતી બાદ બીજા દિવસે પોતેમિત્ર વશરામભાઇ પોલાભાઇ આહીર સાથે એ ડીવીઝન પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા એએસઆઇ આર.આર. સોલંકીએ તપાસ આદરી હતી દરમ્યાન પોલીસે કંટ્રોલ રૂમ ખાતે સીસીટીવી કુટેજ ચેક કરતા રીક્ષા નંબર જીજે૩ એ એક્ષ-૬૯પ૮હોવાનુ જાણવા મળતા પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પીએસઆઇ એસ.વી.સાખરાએ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)