Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

થોરાળાના આબેડકરનગરમાં ગૌમાસ વેંચતા ભગવતીપરાના રફીક કટારીયાની ધરપકડ

દુકાનમાંથી 80 કિલો ગૌમાંસ ,સાથે ઇલેક્ટ્રિક કાંટા સહિતના સાધનો કબ્જે

રાજકોટ : થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના આબેડકરનગરના ગેટની અંદર ભગવતી પરમ રહેતો રફીક ગફારભાઈ કટારીયા ધાર્મિક લાગણી દુભાઈ તે રીતે ગૌવંશનું ગૌમાંસ વેચતો હોવાની માહિતી પરથી થોરાળા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી છે

  દુકાનમાંથી 80 કિલો ગૌમાંસ ,એક મોટો અને બે નાના છરા ,લાકડાનો મોટો ગોળ આકારનો કટકો તથા ઇલેક્ટ્રિક વજન કાંટો કબ્જે કર્યા છે આ અંગે પીએસઆઇ કે કે પરમારે જાગૃત નાગરિકમિલનભાઈ સોલંકીની ફરીયાદ પરથી ગુન્હો દાખલ કર્યો છે

(6:55 pm IST)
  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST