Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રાજકોટના રિંગરોડ પર બેકાબુ કારે ત્રણ વાહનને અડફેટે લેતા ત્રણ લોકોને ઇજા :કારચાલક ફરાર

રાજકોટના રીંગરોડ બેકાબુ કારે ત્રણ વાહનને અડફેટે લેતા ત્રણ શખ્સોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર મુકી ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.બેકાબુ કાર ત્રણ વાહનોને અડફેટે લીધા હતાં અને કાર ફૂટપાથ ઉપર ચઢી જવા પામી હતી

 આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે કાર મુકી ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

(8:53 pm IST)