Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

કાલે ન્યુ રાજકોટના ૨ લાખ લોકો તરસ્યા રહેશેઃ ૭ વોર્ડમાં પાણીકાપ

વોર્ડ નં. ૧, ૨, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૩ના રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ચંદ્રેશનગર હેડવર્કસ આધારતિ વિસ્તારો, મવડી(પુનીત નગર) હેડ વર્કસ આધારીત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ફલોમીટરની કામગીરી હાથ ધરાશેઃ વોટર વર્કસ શાખાની સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા. ૨૩: શહેરનાં પાણીનાં ઓવરહેડ ટાંકાઓ અને વોટર ફિલ્ટર પ્લાન્ટ પર જળાશયો અને નર્મદા યોજનાથી આવતા અને ત્યાંથી અન્ય ઝોનમાં જતા પાણીનું ચોકકસપુર્વક માપ અને તે પણ ઓનલાઇન રાખવા કોર્પોરેશનએ ફલોમીટર મુકવા હાથ ધરેલી કાર્યવાહીના નામ પર પંદર દિવસમાં ત્રીજી વખત ન્યુ રાજકોટનાં ૭ વોર્ડમાં પાણીકાપ લાગાવવામાં આવ્યો છે. આવતી કાલે વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦,૧૧ તથા ૧૩નાં અડધા વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં નહી આવે તેવી સત્તાવાર જાહેરાત વોટર વર્કસ વિભાગના ઈજનેર દ્વારા કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ન્યારા હેડ વર્કસથી આવતી ન્યારા હેડ વર્કસથી આવતી ૧૨૦૦ એમ.એમ. ડાયા.ની પાઈપલાઈન પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી તથા ન્યારા હેડ વર્કસની ૧૨૦૦ એમ.એમ. ડાયા.ની આઉટલેટ પાઈપલાઈન પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ત્યારે આવતીકાલે વોર્ડ નં. ૧, ૨, ૮, ૯, ૧૦, ૧૧ તથા ૧૩ના રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ચંદ્રેશનગર હેડવર્કસ આધારતિ વિસ્તારો, મવડી(પુનીત નગર) હેડ વર્કસ આધારીત બપોરનાં ૨ વાગ્યા પછીના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. અત્રે નોંધનીય છે કે, ઉપરોકત કામગીરી અંતર્ગત તા. ૫ અને તા. ૧૭ ઓગષ્ટનાં રોજ  ઉપરોકત ૭ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો.

(4:24 pm IST)