Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લીમડા ચોક પાસેથી ક્રાઈમ બ્રાંચે રાહુલ મકવાણાને ચોરાઉ મોબાઈલ સાથે દબોચ્યો

રાજકોટ, તા. ૨૩ :. લીમડા ચોક શાસ્ત્રી મેદાનમાં નવા બસ સ્ટેશનના ગેઈટ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચોરાઉ મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.કે. જાડેજા, કયુઆરટીના પીએસઆઈ કે.બી. પરમાર, દિલીપસિંહ, અશ્વિનભાઈ, દિગ્વીજયસિંહ, રાજેશભાઈ તથા હેડ કોન્સ. સિદ્ધરાજસિંહ ચુડાસમા, ઈન્દ્રજીતસિંહ અને વિજયભાઈ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે કયુઆરટીના પીએસઆઈ કે.બી. પરમાર તથા વિરદેવસિંહ જાડેજા અને વિજયભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે લીમડા ચોક શાસ્ત્રી મેદાનમાં નવા બસ સ્ટેશનની અંદર જવાના ગેઈટ પાસેથી રાહુલ અશોકભાઈ મકવાણા (રહે. ગોંડલ સરકારી દવાખાના સામે ઝૂપડામાં)ને ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ તેની પૂછપરછ આદરી છે.

(4:22 pm IST)