Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લોનની રકમ ચુકવવા આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા

રાજકોટ, તા. ૨૩ :. માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લી.માંથી લીધેલ લોનની રકમ ચુકવવા આપેલ ચેક પરત ફરતા આરોપીને બે વર્ષની સજાનો હુકમ તથા રૂ. ૪૦,૧૯૧નો વળતર ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લી.માંથી રાજકોટના નિવાસી વૈશાલીબેન ડો./ઓ. રણજીતભાઈ ભટ્ટી વા./ઓ. અજીતસિંહ ખુમાનસિંહ રાઠોડે પર્સનલ લોન લીધેલ જેના તેઓ રેગ્યુલર હપ્તાઓ ભરતા ન હોય તેમની પાસે માસ ફાયનાન્સના અધિકારીએ લોનની ચડત રકમની માંગણી કરતા આરોપી વૈશાલીબેને રૂ. ૪૦,૧૯૧નો માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લી.ના નામનો ચેક આપેલ જે ચેક બેંકમાં વટાવવા રજુ કરતા તે ચેક પરત ફરેલ જે અનુસંધાને માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લી.એ તેમના એડવોકેટ તુષાર કે. બસલાણી મારફત નોટીસ આપેલ જે નોટીસ આરોપીને બજી ગયેલ હોવા છતાં આરોપી વૈશાલીબેને લોનની ચડત રકમ ન ચુકવતા માસ ફાનાન્સિયલ સર્વિસીઝ લી.ના ઓથોરાઈઝ પર્સન રોહીતભાઈ મુળજીભાઈ ઘોણીયા દ્વારા રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરેલ.

આ ફરીયાદ એડી. સીની. સિવીલ મેજી.ની કોર્ટમાં ટ્રાન્સફર થઈ જતા અને કોર્ટમાં કેસ ચાલી જતા એડી. સીની. સિવીલ મેજી.એ આરોપીને બે વર્ષની સાદી કેદ તથા રૂ. ૪૦,૧૯૧ વળતર પેટે ફરીયાદી કંપનીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. જો આરોપી વૈશાલીબેન સદર વળતરની રકમ નિયત સમય મર્યાદામાં ચુકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ બે માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કંપની માસ ફાયનાન્સિયલ સર્વિસીઝ લી. વતી રાજકોટના ધારાશાસ્ત્રી તુષારભાઈ કે. બસલાણી રોકાયેલા હતા.

(4:21 pm IST)