Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયની તબિયત નાદુરસ્તઃ ડેંગ્યુની શંકા

મચ્છરજન્ય રોગચાળો કાબુમાં લેવો જરૂરી : આરોગ્ય વિભાગ દ્વારા તેમનાં રોયલ પાર્ક સ્થિત બંગલામાં દવા છંટકાવ-ફોગીંગ સહિતની આરોગ્યલક્ષી કાર્યવાહી માટે ટીમો દોડાવાઇ

રાજકોટ તા.૨૩: શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લીધો છે. ત્યારે શહેરનાં પુર્વ મેયર અને પ્રસિધ્ધ ડોકટર જૈમનભાઇ ઉપાધ્યાયને પણ વાઇરલ ઇન્ફેકશનનાં કારણે તબિયત નાદુરસ્ત હોવાનું અને તેમને ડેંગ્યુ થયાની શંકા હોવાનું જાણવા મળ્યું છે.

તેમના રોયલ પાર્કમાં આવેલા બંગલા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ દવા છંટકાવ અને મચ્છરના ઉપદ્રવ અંગે સર્વે હાથ ધરાયાનું જાણવા મળ્યું છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પુર્વ મેયર ડો. જેૈમન ઉપાધ્યાયની તબિયત છેલ્લા બે દિવસથી નાદુરસ્ત હોઇ વર્તમાન ચોમાસાની ઋતુને કારણે વાઇરલ ઇન્ફેકશન થયાનું પ્રાથમિક તારણ નિકળ્યું હતું.

દરમિયાન રોયલ પાર્ક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોઇ અને આ વિસ્તારમાં અગાઉ ડેંગ્યુનાં કેસ મળી આવ્યા હોઇ ડો. ઉપાધ્યાયને પણ ડંેગ્યુની શંકાએ તેમના બંગલા ખાતે આજે આરોગ્ય વિભાગે સઘન દવા છંટકાવ ફોગીંગ અને મચ્છરના ઉપદ્રવ અંગે સર્વે સહિતની ઝુંબેશાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

આમ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે ત્યારે તંત્ર દ્વારા આ રોગચાળાને કાબુમાં લેવા ખાસ એકશન પ્લાન અમલી બનાવવામાં આવે તે જરૂરી છે.

(4:20 pm IST)