Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો

રાજકોટ તા.૨૩: સીંગતેલમાં મંદીનો દોર જારી રહયો છે. આજે વધુ ૧૦ રૂાનો ઘટાડો થયો હતો.સ્થાનિક બજારમાં તહેવારોની ખરીદીની અભાવ જોવા મળતા સીંગતેલમાં ૧૦ રૂાનો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા.) ના ભાવ ૮૮૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૮૭૦ રૂ. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૧૫૬૦થી ૧૫૮૦ રૂ. હતા તે ઘટીને ૧૫૫૦ થી ૧૫૭૦ રૂ. થયા હતા. છેલ્લા ત્રણ દિ'માં સીંગતેલ ડબ્બે ૨૦થી ૨૫ રૂ. નીકળી ગયા છે.(૧.૨૪)

(4:19 pm IST)