Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પુર્વ જન્મની ઘટનાઓ વર્તમાનમાં બાધકઃ માં પ્રેમ સિંધુ

ઓશો વાટિકામાં આજથી '' મેલ્ટિંગ ઇન લવ'' શિબિરનો પ્રારંભ : ત્રિદિવસીય શિબિરમાં ઓશોએ આપેલી વિવિધ આધ્યાત્મિક થેરાપીની ઝલક રજુ થશેઃ પુર્વ જન્મને જોઇ, જાણી તેના કર્મોથી મુકત થઇ શકાય છેઃ માં સિંધુ

માં પ્રેમ સિંધુજી સાથે સ્વામી સંજય સરસ્વતીજી, માં ધ્યાન રસીલી, સ્વામી પ્રેમ સ્વભાવજી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા (૧.૨૬)

રાજકોટ તા.૨૩: પુર્વ જન્મની ઘટનાઓ વર્તમાનમાં બાધક બની શકે છે. પુર્વ જન્મની ઘટનાઓ અંગે જાણી શકાય છે અને કર્મના બંધનો તોડીને વર્તમાનમાં બાધિત થયેલી ઉર્જાને ફરી પ્રવાહિત કરી શકાય છે.

આ શબ્દો માં પ્રેમ સિંધુજીના છે. ઓશો વાટિકા, વાગુદડ ખાતે આજથી માં પ્રેમ સિંધુજીના સાન્ધ્યિમાં 'મેલ્ટિંગ ઇન લવ' શિબિરનો પ્રારંભ થઇ રહયો છે. સિંધુજી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓ મુળ દિલ્હીના છે, હાલ પુના સ્થાયી થયા છે અને ઓશોમય છે. ઓશોએ સ્થાપેલી આધ્યાત્મિક થેરાપીનો તેઓએ ગહન અભ્યાસ કર્યો છે અને તેના વ્યકિતગત-સામુહિક પ્રયોગો પણ કરાવે છે.

સિંધુજી કહે  છે કે રાજકોટની શિબિરમાં આવા પ્રયોગની ઝલક રજુ થશે. શિબિરનો વિષય મેલ્ટિંગ ઇન લવ છે. ધ્યાન અને પ્રેમ સાથે જીવનને ધબકાવવાનો આશય છે.

ધ્યાન પ્રક્રિયાથી હદયના દ્વાર ખુલે છે અને તેમાંથી પ્રેમનો પ્રવાહ વહે છે.

માં પ્રેમ સિંધુજી એ પુનામાં ૧૯૯૮ની સાલમાં દીક્ષા લીધી હતી. લગ્ન પુર્વે તેઓ શિક્ષિણ તરીકે ફરજ બજાવતા હતા અને યોગ-રેકી વગેરેમાં માસ્ટરો મેળવી હતી. લગ્ન બાદ ઓશો તરફ વળ્યા સાસુ-સસરા ઓશોમય હતા. માં સિંધુજીને કંઇક ખૂટતું હોવાનો ગુરૂની શોધ ચાલુ હતી. એક વખત ઓશોનું પુસ્તક વાચ્યું. ખુદના અનુભવ અને ઓશોની વાત બંને મેચ થયા. ઓશોમાં રસ પડયો ઓશો ઉર્જા પ્રત્યે આકર્ષણ થયું અને ઓશોમય બની ગયા...

માં સિંધુજી કહે છે કે મન અતીતમાં અથવા ભાવિમાં રહે છે અચેતન મનમાં ભય-પીડા ધરબાયેલા હોય છે, આ કારણે વર્તમાનની ઉર્જા બાધક બને છે અર્ચતન મનમાં જઇને ભય-પીડાના કારણો જાણવા જરૂરી છે આ માટે પૂર્વજન્મમાં ધુબાકો જરૂરી છે. પૂર્વજન્મની ઘટનાઓ અંગે જાગૃત બનીને વર્તમાનમાં બાધિત બનેલી ઉર્જાને ગતિ આપી શકાય છે.

માં સિંધુજી કહે છે કે, હસવું-રડવું પ્રાકૃતિક પ્રક્રિયા છે આ પ્રકારના આવેશો રોકવાથી પણ ઉર્જા બાધિત બને છે. આવેશ પ્રમાણે હસી લેવું કે રડી લેવું જરૂરી છે. હસવા-રડવાથી ભાવશુધ્ધિ થાય છે અને ઉર્જા પ્રવાહિત બને છે. આવા પ્રયોગો પણ શિબિરમાં થનાર છે.

વાગુદડ પાસે ઓશો વાટિકામાં યોજાનાર શિબિર અચૂક માણવા જેવી છે. (૧.૨૫)

 

(4:19 pm IST)