Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વોર્ડ નં. ૨ના જુદા જુદા વિસ્તારો ૨૩.૦૪ લાખના ખર્ચે પેવિંગ બ્લોકથી મઢાશે

મનિષભાઇ રાડીયા, જયમીન ઠાકર, ડો. દર્શિતાબેન શાહ, સોફિયાબેન દલ સહિતના કોર્પોરેટરના પ્રયત્ન સફળ

રાજકોટ તા. ૨૩ : શહેરના વોર્ડ નં. ૨ના વિવિધ વિસ્તારમાં લાખોના કામો ખર્ચે વિકાસ કામો આજની સ્ટે. કમિટિ બેઠકમાં મંજુર કરવામાં આવ્યા છે. આ કામો મંજુર થતાં ડો. દર્શિતાબેન શાહ, મનીષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, સોફિયાબેન દલ સહિતના કોર્પોરેટરના પ્રયત્નો સફળ થયા છે.

આ અંગે વોર્ડ નં. ૨ના કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે વોર્ડ નં.૨માં વિકાસ કામોની હારમાળા સર્જી છે. વિકાસકામોને આગળ ધપાવવા વોર્ડ નં.૨ના બજરંગવાડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.૯ ફાઇનલ પ્લોટ નં.જી-૩ બગીચા માટેના પ્લોટને ફરતે રૂ.૨૦,૫૭,૪૪૯ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. તેમજ વોર્ડ નં. ૨ના છોટુનગર, પત્રકાર સોસાયટી, શ્રીમદ પાર્ક વિગેરે વિસ્તારમાંનાં વિસ્તારવાસીઓની રજૂઆત ધ્યાને લઈ આજ રોજ વોર્ડ નં.૨નાં કોર્પોરેટરશ્રીઓએ આ તમામ કામો મંજુર કરાવેલ છે. રસ્તાની સાઇડના પડખામાં રૂ.૨૩,૦૪,૧૨૦ના ખર્ચે પેવીંગ બ્લોક નાખવામાં આવશે.(૨૧.૧૪)

(4:16 pm IST)