Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

વોર્ડ નં.૦૪ વિવિધ વિસ્તારમાં ૩.૧૯ કરોડના ખર્ચે મેટલીંગ

ડે.મેયર અને કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા તથા પરેશભાઈ પીપળીયાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૨૩:  મહાનગરપાલિકાના ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા એક  સંયુકત યાદીમાં જણાવે છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વોર્ડ નં.૦૪માં આવેલ જુદી જુદી ટી.પી. સ્કીમ નં.૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮, તથા ૩૧ના રસ્તાનું મેટલીંગ કામ કુલ રૂ.૩.૧૯ કરોડના ખર્ચે ટી.પી. રસ્તા મેટલીંગકામ તેમજ ડ્રેનેજ કામગીરી કરવાનું મંજુર કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૦૪ના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ જુદા જુદા લોકઉપયોગી કામો કરાવવામાં આવે છે. તેવા જ એક ભાગ રૂપે વોર્ડ નં.૪માં પોવાઈડીંગ, લોઅરીંગ, લેચિંગ, જોઈનટીંગ એન્ડ ટેસ્ટીંગ ઓફ કલેકટીવ સિસ્ટમ અન્ડર ફેઇઝ-૨, પાર્ટ-૨, વર્ક ઓફ અન્ડર ગ્રાઉન્ડ સીવેટેજ પ્રોજેકટ ઓફ રાજકોટ ઓન આયસાબા પીર રોડ, બોરીચા સોસાયટી અને મિયાણાવાસ વિગેરે વિસ્તારમાં ઝોન-૧ પાર્ટ-સી અંતર્ગત ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે.

તેમજ વોર્ડ નં.૦૪ના વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની તેમજ ડ્રેનેજની સુવિધા મળી રહેશે તેમ વધુમાં ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ જણાવેલ છે.(૨૩.૧૨)

(4:16 pm IST)