Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પડધરી પાલિકાના એન્જિનીયર મયુરભાઇ કેસુરનું મૃત્યુઃ રજપૂત પરિવારમાં ગમગીની

૩૫ વર્ષિય યુવાન સાધુ વાસવાણી રોડના અજંતા પાર્કના નિવાસ સ્થાને બેભાન થઇ ગયાઃ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૩: સાધુ વાસવાણી રોડ અજંતા પાર્કમાં રહેતાં અને પડધરી નગર પાલિકામાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતાં સોરઠીયા રજપૂત યુવાન મયુરભાઇ અશોકભાઇ કેસુર (ઉ.૩૨) ગઇકાલે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર મયુરભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેમના પિતા અશોકભાઇ ચેરીટી કમિશ્નર કચેરીમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હતાં. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડ અને મહિપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મયુરભાઇના મોતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. ઉંધો ગેસ ચડતાં હાર્ટએટેક આવી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

વિમલ અકબરીનું બેભાન હાલતમાં મોત

સંત કબીર રોડ નંદુ બાગ પાસે ન્યુ શકિત સોસાયટી-૩માં રહેતાં વિમલભાઇ પરષોત્તમભાઇ અકબરી (ઉ.૨૬) નામના પટેલ યુવાનને રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ એસ. ડી. પાદરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

વિનુભાઇ સોલંકીએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે ઝૂપડામાં રહેતો વિનુભાઇ વેરશીભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૪૦) ઝૂપડા પાસે વાડામાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.  એએસઆઇ થોભણભાઇ પટેલે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:11 pm IST)