Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ગાયત્રીબા વાઘેલા દ્વારા સેવાયજ્ઞ : વિદ્યા સત્કાર સમારંભ

મહાપાલિકા સંચાલિત ૩૫૦ બાળકોને પ્રમાણપત્ર, ઈનામો, ૨૦ હજાર ફુલસ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ : સંતો - મહંતો સાથે આગેવાનોની હાજરી

રાજકોટ : મનપાના પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને શ્રી મેલડી માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત પ્રયાસના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૩માં આવેલ મનપાની ૧૦ પ્રાથમિક શાળા અને ૧ હાઈસ્કુલ મળી કુલ ૧૧ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં દરેક ધોરણમાં (કલાસમાં) ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર - કંપાસ બોકસ તેમજ ફૂલસ્કેપના ૫ ચોપડાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર વિસ્તારની મનપા સંચાલિત શાળા ઉપરાંત અન્ય પછાત વિસ્તારના બાળકો મળી કુલ ચાર હજાર બાળકોને ૨૦ હજાર ફુલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. તા.૧લી ઓગષ્ટથી લઈ ૧૪ ઓગષ્ટ સુધી ઓગષ્ટ ક્રાંતિ દિવસો તરીકે ઉજવણી કરી હતી.

આ કાર્યક્રમોમાં વિસ્તારના સ્થાનિક આગેવાનો, કાર્યકરો, રામકૃષ્ણ મિશનના સંતો - નવજીવન આશ્રમ અને પ્રેમ મંદિરના પોલીસ સ્ટાફ સહિતનાએ શાળાના બાળકો અને વાલીઓ તેમજ વિસ્તાર વાસીઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યુ હતું.

આ ફુલસ્કેપ ચોપડામાં શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને એક સંદેશો પણ આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ ચારિત્ર્ય ઘડતરને મૂલ્યોનો વિકાસ થાય તે માટે ચોપડામાં સ્વામી વિવેકાનંદ, સંતશ્રી વેલનાથબાપુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રીમતી ઈન્દીરા ગાંધી, મૌલાના આમીદ જેવા ભારતના વિરલ વ્યકિતઓના ટૂંકા સંદેશાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા.

શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ પોતાના વકતવ્યમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી પોતાના સપનાઓ શિક્ષણ દ્વારા પૂર્ણ કરવા અને રાષ્ટ્રના સાચા નાગરીક બનવાની શીખ આપી હતી. તેમજ ઉપસ્થિત વાલીઓને મનપા તેમજ રાજય સરકાર દ્વારા ચાલતી જુદી જુદી યોજનાઓનો લાભ લેવા જાગૃતિ કેળવવા જણાવેલ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રામકૃષ્ણ મિશન રાજકોટના સંત શ્રી કિશોર મહારાજ દ્વારા બાળકોને એક દૃષ્ટાંત કથા દ્વારા પોતાની જાતને ઓળખી પોતાની શકિતને પીછાણી સાવજની જેમ કાર્ય કરવા જણાવેલ હતું. નવજીવન આશ્રમના સિસ્ટમ ગ્રેસ દ્વારા ગાયત્રીબાના આ કાર્યને બિરદાવવામાં આવ્યુ હતું. ઉપસ્થિત પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભાવેશભાઈ ડાંગર દ્વારા બાળકોમાં રહેલી નિર્દોષતા અને બાળસહજ સ્વભાવની સરાહના કરી આ સમય વિદ્યાભ્યાસ માટેનો છે ત્યારે તેમાં ધ્યાન દઈ અભ્યાસ કરવા જણાવેલ હતું. ટ્રસ્ટનાં પ્રમુખ અશોકસિંહ વાઘેલા દ્વારા પણ બાળકોને વિદ્યાભ્યાસમાં તેમજ જીવનનાં દરેક તબકકે અવલ્લ નંબર પ્રાપ્ત કરવા અનુરોધ કરાયો હતો.

૧૪ દિવસ ચાલેલા આ કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે રામકૃષ્ણ પરમહંસ આશ્રમનાં સંતશ્રી કિશોર મહારાજ, નવજીવન આશ્રમનાં સીસ્ટર ગ્રેસ, સીસ્ટર નિર્મલા, સીસ્ટર જુનું પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ભાવેશભાઈ ડાંગર, એએસઆઈ તૃશાબેન લુહા, પૂર્વિકાબેન ગોંડલિયા, પૂર્વ આચાર્ય મનસુખભાઈ અમૃતિયા, કેતનભાઈ પટેલ, યતિનભાઈ વાઘેલા, મનુભાઈ કોટક, ખેમચંદ મદિપાણી, આઈ.કે. શેખ, યુનુસભાઈ (જયહિન્દ) વિગેરે ઉપસ્થિત રહી પોત્સાહન પૂરૂ પાડેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા મામટે શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ (મો.૯૮૯૮૪ ૭૭૧૨૨) વાઘેલા માર્ગ દર્શન નીચે વિસ્તારમાં સ્થાનિક આગેવાનો સર્વશ્રી શૈલેષભાઈ દલવાડીયા, સહદેવસિંહ વાઘેલા, જીતુભાઈ કુંગશીયા, હરિભાઈ ભરવાડ, ભાવનાબેન કલોલા, જરીનાબેન યુસુફભાઈ, રૂકસાનાબેન, બુખારીબાપુ

મિલનભાઈ પરમાર, દેવજીભાઈ રાઠોડ, શિલ્પાબેન, દેવભાઈ ઓડેદરા, લાલાભાઈ બારૈયા, નિશાબેન, વનીતાબેન, હરેશભાઈ કુગશીયા, મહાદેવભાઈ કોરીંગા, પાર્થરાજસિંહ ચુડાસમા, દર્પણભાઈ અશોકભાઈ શાહ, કોર્પોરેટરશ્રી દિલીપભાઈ આસવાણી, ગીતાબેન પુરબીયા, ગૌરવભાઈ પૂજારા, મહેબુબભાઈ, રૂપેશભાઈ, દાનાભાઈ હુંબલ, લક્ષ્મણભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ જેઠવા, સુરેશભાઈ ભરવાડ, ભરતસિંહ જાડેજા, બળદેવસિંહ ગોહિલ, હીનાબા ગોહિલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૨)

(4:10 pm IST)