Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

મુંજકાના ગોડાઉનમાં થયેલી ૪ લાખની ચોરીમાં એક શકમંદ પોલીસના સકંજામાં

રોકડ, સીપીયુ, મોનીટર તેમજ સીસીટીવીનું ડીવીઆર પણ ચોરાઇ ગયું હતું

રાજકોટ તા. ૨૩: મુંજકામાં આવેલા ખાખડાબેલા ગામના હરદેવસિંહ (હરૂભા) વનરાજસિંહ જાડેજાના ગોડાઉનમાં ત્રાટકી તસ્કર રોકડા રૂ. ૩,૨૦,૯૧૦ તેમજ બે સીપીયુ, મોનીટર, સ્ટેબિલાઇઝર, ડીવીઆર મળી રૂ. ૪,૦૪,૫૧૦ની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે અને એક શકમંદને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

હરદેવસિંહ મુંજકામાં કોકાકોલાની એજન્સી ભાગીદારીમાં ધરાવે છે. જેમાં બી જા બે ભાગીદારમાં દિવ્યેશભાઇ રાઠોડ અને હિતેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. તેમના મુંજકાના આ ગોડાઉનમાં વંડી ઠેંકીને ચોર આવ્યો હતો અને ઓફિસમાં કબાટ ઉપર પુઠાના બોકસમાં છુપાવેલી રોકડ શોધી લઇ ચોરી લીધી હતી. તેમજ બીજી ચીજવસ્તુઓની ચોરી પણ થઇ હતી.

યુનિવર્સિટીના પી.આઇ. ડી. વી. દવે, પીએસઆઇ વાઘોસી અને ડી. સ્ટાફની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે. એક શકમંદને પોલીસે ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરી છે. (૧૪.૧૦)

(4:09 pm IST)