Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઈદ ઉલ અઝદા ઈદ મિલનની ઉજવણી મર્હુમ ગનીબાપુનાં નિવાસસ્થાને

રાજકોટઃ ઈદ ઉલ અઝદા ઈદ મિલનનો કાર્યક્રમ મર્હુમ ગનીબાપુના પુત્રો હબીબભાઈ ગનીબાપુ કટારીયા, યુસુફભાઈ ગનીબાપુ કટારીયા તથા હનીફભાઈ ગનીબાપુ કટારીયાના નિવાસ સ્થાને ઉત્સાહભેર ઉજવાઈ ગયેલ.આ પ્રસંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા, ઝોન-૨એ જણાવેલ હતું કે, રાજકોટ શહેરમાં હિન્દુ તહેવાર હોય કે મુસ્લીમ તહેવાર હોય તે દરેક તહેવારો રાજકોટમાં ભાઈચારા સાથે મળીને ઉજવાય તે એક કોમી એકતાનું ઉમદા ઉદાહરણ છે. આ પ્રસંગે બ્રિગેડીયર શ્રી અજીતસિંહ સેખાવતે જણાવેલ કે દેશમાં તથા ખાસ કરીને રાજકોટમાં કાયમી એખલાસભર્યું અને શાંતિભર્યુ વાતાવરણ બની રહે અને ભાઈચારાની લાગણી એકબીજા પ્રત્યે કાયમી બની રહે તેવું પોતાના વકતવ્યમાં જાહેર કર્યુ હતું. આ પ્રસંગે પ્ર.નગર પી.આઈ.શ્રી બી.એમ.કાતરીયા, પી.એસ.આઈ.શ્રી એચ.એમ.રાણા (એસ.ઓ.જી.), પી.એસ.આઈ.શ્રી એમ.એસ.ગોસાઈ તથા શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વિજુભાઈ મનહરગીરી, નટુભા ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯), યુસુફભાઈ ગનીબાપુ કટારીયા, હનીફભાઈ ગનીબાપુ કટારીયા, કાસમુદલા ગાદીના મુંજાવર રતિબાપુ બુંદેલા, ડો.અબ્દુલભાઈ બેલીમ, નરેશભાઈ મકવાણા, મહેતા શેઠ (રવિ હોટલ), ઇકબાલભાઈ મકરાણી, આસીફભાઈ ખોખર, સૈયદ ગફારબાપુ, કાનાભાઈ ફ્રુટવાળા, ઉમરભાઈ ઝેડા, બકુલભાઈ પીઠડીયા, નિતીનભાઈ ચૌહાણ, અસાબભાઈ ચૌહાણ, શાંતુભાઈ ખુમાણ, મોહનભાઈ સોઢા, ચિનુમામુ, અલીબાપુ સૈયદ, કૌશરસિંઘ સરદારજી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:09 pm IST)