Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એસ્ટ્રોન ચોકથી ટાગોર રોડ પર ૯ સ્થળોએથી જાળી-રેલીંગ-છાપરાના દબાણો હટાવાયા

રાજકોટઃ  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ૮વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે ૩૬ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરી છે.અને રૂ.૪૮ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

કમિશનર બંછાનિધિ પાની સાહેબની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગનસ સમસ્યાને અંતર્ગત કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના રોડ પર વનડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ સ્થળોએથી દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

રજની અલ્પાહાર, લેન્ડમાર્ક બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક પાર્કિંગની જગ્યામાં દબાણ, રાધે ક્રિષ્ના ટી સ્ટોલ, લેન્ડમાં બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક પાર્કિંગની જગ્યમાં દબાણ, લેન્ડમાર્ક બિલ્ડિંગ, એસ્ટ્રોન ચોક પાર્કિંગની જગ્યામાં જાળીનું દબાણ, સત્યકુંજ, ટાગોર રોડ, રોડ પર પાર્કિંગ માટેની રેલીંગનું દબાણ, મારૂતી મેનોર કોમ્પ્લેક્ષ, ટાગોર, પાર્કિંગ ૦ લેવલ કર્યું તથા સોલર ખુલ્લું કરાવ્યું, સમર્પણ કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ, પાર્કિંગમાં જાળીનું દબાણ દુર કર્યું તથા સેલર ખુલ્લુ કરાવ્યું, એક રેકડી, ટાગોર રોડ મંગળા રોડ કોર્નર પાસે, રોડ પરની રેકડીનું દબાણ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, ટાગોર રોડ,  રોડ પરનું કેબીન તથા છાપરાનું દબાણ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, ટાગોર રોડ પાર્કિંગની જગ્યામાં છાપરાનું દબાણ સહિતના ૯ સ્થળોએથી જાળી રેલીંગ, રેકડી દબાણો દુર કરી પાર્કિંગ માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના તમામ ઝોનના આસિ. ટાઉન પ્લાનર એસ.એસ.ગુપ્તા, આઇ.યુ.વસાવા, વી.વી.પટેલ, આસિ. એન્જિનિયર ઋષિ ચૌહાણ, વિજય બાબરીયા, એડીશ્નલ આસિ. એન્જિનીયર તુષાર એસ.લીંબડીયા, દિલીપભાઇ પંડયા, એસ. એફ. કડિયા, તથા સર્વેયર તેમજ વર્ક આસિસ્ટન્ટ હાજર રહેલ.

આ ઉપરાંત એસ્ટેટ વિભાગના આસિ.મેનેજર બી.એલ. કાથરોટીયા તથા તેમો સ્ટાફ, દબાણ હટાવ શાખાના અધિકારી બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ, તથા ટ્રાફીક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૬.૨૨)

(4:08 pm IST)