Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

શકિતનગર અને પ્રજાપતી સોસાયટીમાં મકાનમાં તાલુકા પોલીસનો દરોડોઃ જૂગાર રમતા ૯ ઝડપાયા

મુકેશ, જીતુ, જયેશ, દિનેશ અને રાજુ, હેમંત મયુર તથા હિરાની ધરપકડ

રાજકોટ તા. ર૩ :.. મવડી બાપા સીતારામ ચોક પાસે શકિતનગરમાં આહીર શખ્સના અને પ્રજાપતી સોસાયટીમાં રજપૂત શખ્સના મકાનમાં તાલુકા પોલીસે દરોડો પાડી જૂગાર રમતા નવ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી. એસ. વણઝારાની સુચનાથી પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડ કોન્સ. એચ. ડી. ચુડાસમા, એ. કે. કવાડીયા, એએસઆઇ ડી. વી. ખાંભલા, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ ઓડેદરા, અશોકભાઇ ડાંગર, વીરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ આહીર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા અને ચંદ્રરાજસિંહ રાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલસિંહ, રાજવીરસિંહ અને ચંદ્રસિંહને મળેલી બાતમીના આધારે મવડી બાપા સીતારામ ચોક શકિતનગર શેરી નં. ૪ માં રહેતો મુકેશ લખમણભાઇ વાંક (ઉ.૩૯) ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક મુકેશ તથા ૧પ૦ ફુટ રોડ જૂનુ ઓમનગરમાં રહેતા જીતુ લાલજીભાઇ ડાભી (ઉ.ર૮), જયેશ ભાઇલાલભાઇ પતરીયા (ઉ.૩ર), રવિ રજનીભાઇ દવે (ઉ.ર૪), દિનેશ બચુભાઇ પતરીયા (ઉ.૪૪) ને જૂગાર રમતા પકડી લઇ રૂ. ર૯૩ર૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં નરેન્દ્રભાઇ ગઢવી તથા વીરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મવડીમાં પ્રજાપતી સોસાયટી શેરી નં. ૬ માં રહેતો રાજૂ ઉમેદસિંહ ચૌહાણ (ઉ.૩૦) ના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક રાજૂ ચૌહાણ તથા રાજદીપ સોસાયટીનો હેમંત ભીખુભાઇ ગોંડલીયા, (ઉ.૩૭), ધરમનગરનો મયુર લીલાભાઇ ગોહેલ (ઉ.રપ) અને માંગરોળ શીલગામનો હીરા જીવાભાઇ ભરડા (ઉ.૪પ) ને પકડી લઇ રૂ. ૧૧,૧૪૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (પ-ર૬)

(4:07 pm IST)