Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એમવે ઇન્ડિયાએ ન્યુટ્રિશનનો પોર્ટફોલિયો મજબુત બનાવ્યોઃ ન્યુટ્રિલાઇટ પારંપરિક હર્બ્સ શ્રેણી રજૂ કરી

ન્યુટ્રિલાઇટ દ્વારા તુલસી, બ્રાહ્મી, અશ્વગંધા, આમલકી, વિભિતાકી અને હરિતાકી લોન્ચ કરાઇઃ શ્રેણી ન્યુટ્રિલાઇટના વૈજ્ઞાનિક સંશોધનના મજબૂત વારસાના ટેકા સાથે હર્બ્સની શુધ્ધતા, સુરક્ષા અને કાર્યસાધકતાની ખાતરીદાયક સપાટી પ્રદાન કરે છે

રાજકોટ તા. ર૩ :.. દેશની અવ્વલ ડાયરેકટ સેલિંગ એફએમસી કંપની એમવે ઇન્ડિયાએ ન્યુટ્રીલાઇટ પારંપરિક હર્બ્સ શ્રેણી રજૂ કરીને તેનો ન્યુટ્રિશન અને વેલનેસ પ્રોડકટ પોર્ટફોલિયો મજબુત બનાવ્યો છે. નિસર્ગનું શ્રેષ્ઠતમ અને વિજ્ઞાનનું શ્રેષ્ઠતમના આધાર સાથે એમવે ન્યુટ્રીલાઇટ પારંપરિક હર્બ્સ ભારતીય પારપંરિક વિવેકવિચાર અને આધુનિક સંશોધનનું શ્રેષ્ઠતમ જ્ઞાન એકત્ર લાવતાં શારીરિક લાભો સાથે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડકટ પૂરકોની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. નવી શ્રેણીનું લક્ષ્ય મહેસૂલી ઉપજ ર૦ર૦ સુધી રૂ. ૧રપ કરોડ સુધી પહોંચાડવાનું છે. તેમ વરિષ્ઠ ઉપપ્રમુખ (વેસ્ટ) સંદિપ પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું.

ન્યુટ્રીલાઇટ પારંપરિક હર્બ્સની શ્રેણી રજૂ કરવાની જાહેરાત કરતાં એમવે ઇન્ડીયાના શ્રી સંદીપ પ્રકાશે જણાવ્યું હતું કે વર્ષોથી ન્યુટ્રીલાઇટ પોષણ અને આહારના પૂરકોની વાત આવે ત્યારે ભરોસાપાત્ર નામ રહી છે. બ્રાન્ડ ન્યુટ્રીલાઇટનો વારસો ફરીથી જાળવી રાખતાં અને ભારતીય બજાર પ્રત્યે અમારી કટિબધ્ધતા  દૃઢ બનાવતાં અમે ન્યુટ્રીલાઇટ પારંપરિક હર્બ્સ શ્રેણી રજૂ કરવાની જાહેરાત કરી છે. આ શ્રેણી અમારા ભારતીય ગ્રાહકોની પોષકીય આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ભારતીય પારંપરિક હર્બ્સનો ઉપયોગ કરીને ખાસ વિકસાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના ધ્યેયની રેખામાં નવી ન્યુટ્રિલાઇટ પારંપારિક હર્બ્સની શ્રેણી એમવે દ્વારા સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે કટિબદ્ધતા પર ભાર આપે છે, કારણ કે તે ભારતીય ગ્રાહકો માટે વિકસાવવામાં આવી છે. આ શ્રેણી તામિલનાડુના દિંડીગુલ જિલ્લામાં સ્થિત એમવેના અત્યાધુનિક એલઇઇડી ગોલ્ડ સર્ટિફાઇડ ઉત્પાદન એકમ ખાતે ઉત્પાદન કરવામાં આવી છે.

ન્યુટ્રિલાઇટ પારંપરિક હર્બ્સ શ્રેણીમાં ૪ પ્રોડકટોમાં ન્યુટ્રિલાઇટ તુલસી, ન્યુટ્રિલાઇટ બ્રાહ્મી, ન્યુટ્રિલાઇટ અશ્વગંધા અને ન્યુટ્રિલાઇટ આમલકી, વિભિતાકી અને હરિતાકીનો સમાવેશ થાય છે. એમવેની ન્યુટ્રિલાઇ પારંપરિક હર્બ્સ શ્રેણી ઓર્ગેનિક પ્રમાણિત હર્બ્સ અને ડીએનએ ફિંગરપ્રિટેડ હર્બ્સના એકત્રિત લાભ આપે છે, જે બજારમાં હાલમાં ઉપલબ્ધ અનોખો પ્રકાર છે. સર્વ કરના સમાવેશ સાથે રૂ. ૬૪૯ ની કિંમતે દરેક પ્રકાર માટે ૬૦ ગોળીની બોટલ મળશે. નવી શ્રેણી નવા ન્યુટ્રાસ્યુટિકલ્સ નિયમિનને અભિમુખ છે. એટલે કે ખાદ્ય સુરક્ષા અને ધોરણો (આરોગ્ય પુરકો, ન્યુટ્રાસ્યુટિકલ્સ, વિશેષ આહારના ઉપયોગ માટે ખાદ્ય, વિશેષ તબીબી હેતુ માટે ખાદ્ય, ફંકશનલ ફૂડ અને નોવેલ ફૂડ) નિયમત ર૦૧૬ (નિયમન) જે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) દ્વારા જારી છે. વરિષ્ઠ ઉપપ્રમુખ અમવે ઇન્ડિયા વેસ્ટ સંદીપ પ્રકાશ જણાવ્યું કે આ તે જ ગતિના જીવનમાં આરોગ્યુનં ધ્યાન રાખવાનું અત્યંત મહત્વપૂર્ણ છે. ન્યુટ્રોલાઇટની નવી વેલનેસ પ્રોડકટ શ્રેણી ભારતીય પારંપારિક વિવેકવિચાર પર આધારિત છે. જે રોજબરોજના શારીરિક પડકારોને પહોંચી વળે છે. અમને આમા વૃદ્ધિની ઉચ્ચ સંભાવના જોવા મળે છે. કારણ કે પારંપરિક હર્બ્સ ભારતીય ગ્રાહકોમાં અત્યંત ઉત્તર રીતે સુમેળ સાધે છે અને બજારમાં આ પ્રોકડટોની સ્વીકાર્યતા અત્યંત ઉચ્ચ છે. નવી શ્રેણી હર્બ્સની શુદ્ધતા સુરક્ષા અને કાર્યસાધતાની ખાતરી દાયક સપાટી પ્રદાન કરે છે. કારથણ કે તે મજબૂત બીજથી પુરકો સુધીની પ્રક્રિયા હેઠળ પસાર થતી હોવાથી વિશ્વ કક્ષાની ગુણવતાની ખાતરી રહે છે. અમને વિશ્વાસ છે કે અમારી નવી શ્રેણી દ્વારા ઓફર કરાતા પારંપરિક હર્બ્સના લાભો અમારા ગ્રાહકો દ્વારા ઉત્તમ રીતે સરાહના કરાશે. હાલમાં ન્યુટ્રિલાઇટ ફુલ ટર્નઓવરના પ૦ ટકા યોગદાન આપે છે અને અમે નવી શ્રેણી કંપનીના એકંદર ટર્નઓવરમાંૈ બ્રાન્ડનું યોગદાન નોંધનીય રીતે વધારશે એવી અપેક્ષા છે. અમે અમારા વિતરકો માટે શૈક્ષણિક સત્રો અને અમારા ઇચ્છનીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને શ્રેણી પર જાગૃતિ નિર્માણ કરવા કેન્દ્રિત મલ્ટી-મીડિયા કેમ્પેઇન સાથે લોન્ચ ને ચેકો આપીશું.

એમવે ઇન્ડીયા અજોડ ઉચ્ચ ગુણવતાના પ્રોડકટોના ઉપયોગ સંબંધમાં અંગત સુચન કરતા વ્યકિતગતો મારફત પોષણ, સૌંદર્ય, અંગત સંભાળ અને હોમ કેર જેવી શ્રેણીઓમાં ૧૪૦ થી વધુ રોજની ઉપયોગમાં લેવાતી પ્રોડકટો વેચે છે. એમવેની પ્રોડકટો ગુણવતા અને મુલ્ય માટે વ્યાપક રીતે લોકપ્રિય છે અને  સરાહના કરવામાં આવે છે. આ પ્રોડકટોને ઉપયોગમાં ૧૦૦ ટકા સંતોષ સાથે મની બેક ગેરન્ટીનો ટેકો છે. (૧) ગ્રાહક પહોંચ વધારવા માટે એમવે દ્વારા દેશભરમાં પ૦ એકસપ્રેસ પિક એન્ડ પે સ્ટોર્સ સ્થાપવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં જીજ્ઞેશ મહેતા પણ હાજર હતાં. (પ-ર૪)

(4:07 pm IST)