Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

યોગ સ્પર્ધામાં ફિટ અને ફાઈન ગ્રુપને ગોલ્ડ

જિલ્લા બાદ રાજયકક્ષામાં પણ શાનદાર પરર્ફોમન્સઃ ૩૫ થી ૫૦ વર્ષના બહેનોનું ગ્રુપ

રાજકોટઃ ઈન્ડોર સ્ટેડીયમમાં ઓપન રાજકોટ ડિસ્ટ્રીકટ યોગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રકારનું આયોજન દરેક વર્ષે લાઈફ મિશન રાજકોટ દ્વારા આયોજીત થાય છે. જેમાં બાળકોથી માંડી દરેક ઉંમરના ગ્રુપ માટે યોગ અનુસંધાનેની સ્પર્ધાનું આયોજન થયેલ અને જે લોકો આ જિલ્લા કક્ષાની યોગ હરીફાઈમાં વિજેતા થાય છે તેઓને રાજય કક્ષાએ યોગ અન્વયેની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.

રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી યોગ ક્ષેત્રે કાર્યરત અલ્પા વિકાસ શેઠ તથા તેમના ૧૧ સભ્યોનું ગ્રુપ કે જે ''ફીટ એન ફાઈન'' તરીકે ઓળખાય છે તેમણે ૩૫ થી ૫૦ વર્ષની વય ધરાવતા જુથમાં 'મ્યુઝીક યોગો'કરેલ હતા. જેમાં ૬ મિનિટના મ્યુઝીકલમાં આશરે ૭૦થી વધારે આસનોનો સમાવેશ કરવામાં આવેલ. જે શ્રેણીમાં રાજકોટ જિલ્લા સ્તરે પ્રથમ વખત મહિલાઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ, બરોડા નજીક આવેલ કાયાવરોહણ મુકામે યોગા એન્ડ કલ્ચરણ એસોસિએશન દ્વારા આયોજીત ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટસ કોમ્પીટીશનનમાં પણ 'મ્યુઝીક યોગા'ની કેટેગરીમાં રાજય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાંથી સૌપ્રથમવાર ૩૫વર્ષથી ઉપરની વયમર્યાદામાં 'મ્યુઝીક યોગા' કેટેગરીમાં જિલ્લા કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા બાદ રાજય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારૃં આ પ્રથમ ગ્રુપ છે. જેઓની આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારની કેટેગરીમાં આમંત્રીત કરાય તેવી શકયતાઓ છે.

'ફિટ એન ફાઈન' ગ્રુપના મુખ્યે એડમીન અલ્પા શેઠ (મો.૯૪૨૮૪ ૬૩૫૦૫), ઉપરાંત જલ્પા બુવારીયા, અંજના વડારીયા, શિલ્પા સાબલપરા, સીમા દેસાઈ, ચાર્મી ભટ્ટ, કિંજલ શાહ, તૃપ્તી વ્યાસ, ડો.હર્ષા ડાંગર, ભારતી વસાણી તથા બંસરી દવે નજરે પડે છે .(તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૮­)

(4:06 pm IST)