Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લોકો માટે ચાલતી લોકોની વિનામુલ્યે સોશ્યલ એપ્લિકેશન MINEAPP નો પ્રારંભ

ભવિષ્યમાં એપ્લિકેશનમાં થનારી આવકના ભાગીદાર એપ્લિકેશનના વપરાશકર્તા પણ હશે : વેણી ઈન્ફોટક પ્રા. લિ. દ્વારા અનોખા પ્રકારની એપ્લિકેશન તૈયાર કરાઇઃ જેમાં લોકો ખુબ જ જલ્દીથી અને સંપૂર્ણ સલામતિથી પ્રસિદ્ઘિ મેળવી શકશેઃ ભીમાણી બ્રધર્સ

  રાજકોટ, તા. ૨૩: આજે આખું વિશ્વ સોશ્યલ મીડિયાના તાંતણે બંધાયેલું જોવા મળે છે. કોઈ કામ અર્થે કે ટાઇમપાસ માટે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાં પણ મોબાઇલમાં ઉપયોગમાં લેવાતી વિવિધ એપ્લિકેશન (એપ્સ) નું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે રાજકોટના યુવા ઉદ્યોગ સાહસિકો મેહુલભાઇ ભીમાણી અને મયંકભાઇ ભીમાણી અને તેમની યુવા ટીમે વેણી ઇન્ફોટેક પ્રા. લી. ના બેનર હેઠળ લોકો માટે ચાલતી લોકોની વિનામુલયે અદભૂત સોશ્યલ એપ્લિકેશન MINEAPPનો પ્રારંભ કર્યો છે.

MINEAPP (મારી એપ્લિકેશન) એટલે શું? આ અંગે જણાવતા મેહુલભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન ખરા અર્થમાં સોશ્યલ એપ્લિકેશન છે. એટલે કે લોકો માટે ચાલતી લોકોની સોશ્યલ એપ્લિકેશન છે. આ એપ ગુગલ પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ છે અને IOS ના એપ સ્ટોરમાં પણ ટુંકસમયમાં ઉપલબ્ધ બનશે જે વિનામુલ્યે ડાઉનલોડ થઇ શકે છે. MINEAPP ના ઉપયોગકર્તાઓજ તેના ખરા લાભાથીઓ છે. જેમ જેમ આ એપ નો ઉપયોગ વધશે તેમ ભવિષ્યમાં તેમાં ગુગલ એડ્રેસ અને અન્ય રીતે જાહેરાત આવતી થશે. તેમાંથી જે આવક થશે તેમાં વેણી ઇન્ફોટક પ્રા. લિ. કે જે એપ્લિકેશન ચલાવે છે તે માત્ર જરૂર પુરતી રાશીનો ઉપયોગ કરશે અને બાકીની આવક એપ્લિકેશનના ઉપયોગકર્તાઓ વચ્ચે એકિટવિટી મુજબ પેટીએમ દ્વારા વહેંચી દેવાશે. હાલ જે કોઇ એપ્લિકેશન માર્કેટમાં છે તેમાંથી થતી આવક કે જે તેના માલિક અથવા કંપનીને જ જાય છે જયારે MINEAPP સૌપ્રથમ એવી એપ્લિકેશન બનશે જેની આવકના લાભાથી તેના વપરાશકર્તાઓ ખુદ બનશે. માટેજ MINEAPP (મારી એપ્લિકેશન) એવું નામ અપાયું છે. મેહુલભાઇ કહે છે એ ખાસ નોંધવું રહ્યું કે MINEAPP માં જોડાતા જ કોઈ આવક થશે નહિં પણ જયારે વિશાળ ગૃપ બનશે અને તેને આવક મળતી થયો ત્યાર બાદ લોકોને લાભ આપી શકાશો. MINEAPPકોઇ સીધાજ ફાયદાનો દાવો કરતી નથી. માત્ર તેના લાભાર્થીઓ તેના યુઝર્સ જ રહેશે.

MINEAPP માં શું હશે? આ અંગે વેણી ઇન્ફોટેક પ્રા. લી. ના ડિરેકટર મયંકભાઇ ભીમાણી એ જણાવ્યું કે, આ એક સંપૂર્ણ ભારતીય એપ છે. જેને બનાવવાનો વિચાર અમને ચાર-પાંચ યુવાનોને આવ્યો છે,  દોઢ થી બે વર્ષની મહેનતને અંતે મયંક ભીમાણીના માર્ગદર્શન હેઠળ ૨૦ જેટલા એકસપર્ટ યુવાનોએ વિચાર સાકાર કરી બતાવ્યો.

MINEAPP માં લોકોએ જોડાતા પહેલા પોતાનું વિનામુલ્ય એકાઉન્ટ ખોલવું પડે છે. ત્યાર બાદ. કોઇપણ અર્થસભર, સામાજિક, પ્રેરક, નોલેજેબલ પોસ્ટ મૂકી શકે છે. ટીમ માઇનએપ વધારે  એકટીવ યુઝર્સને અને વધુ અર્થસભર પોસ્ટ મુકનારને 'વેરીફાઇડ એકાઉન્ટ્સ' તરીકે પ્રોત્સાહિત તથા પ્રચલીત કરી શકે છે. વેરીફાઇડ એકાઉન્ટ્સને માઇનએપમાં અલગથી દર્શાવવામાં આવશે. જે યુઝર્સ દ્વાર  અપલોડ થયેલ પોસ્ટ ખુબજ સારી હોય તો તેવી પોસ્ટને ટીમ માઇનએપ, એ યુઝર્સની પરવાનગી મેળવી 'પોપ્યુલર પોસ્ટ' બનાવી આપે છે. આવી 'પોપ્યુલર પોસ્ટ' MINEAPP ના દરેક યુઝર્સ જોઇ શકે છે  આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષા ઉપલબ્ધ છે.

(3:56 pm IST)