Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

જેસીઆઈ રાજકોટ સિલ્‍વર દ્વારા ‘સ્‍પિકર ઓફ રાજકોટ' વર્કશોપ

રાજકોટ : પબ્‍લિક સ્‍પીકીંગ વિશે લોકોને શાષાીય ઢબે તાલીમ મળે અને એ રીતે કેળવાયેલા યુવાનો અસરકારક નેતૃત્‍વ માટે સજ્જ થાય તે હેતુથી જેસીઆઈ રાજકોટ સિલ્‍વર દ્વારા સ્‍પિકર ઓફ રાજકોટ' શિર્ષક હેઠળ બે દિવસ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં પબ્‍લિક સ્‍પીકીંગના નિષ્‍ણાંત સર્વશ્રી ભરત દુદકીયા પાયલોટ કલોલથી ડો. ભુવન રાવલ અને જામનગરથી ઝોન-૯ના પ્રમુખ હિતુલ કારીયા કો-કોચ દ્વારા વિસ્‍તૃત તાલીમ આપવામાં આવી હતી. સહાયક ટ્રેનર તરીકે હિરેન આચાર્ય, હિતેશ ઘાટલીયા, હિરેન મહેતા, પરેશ સંઘવી, મનીષ માલાણી અને પ્રશાંત સોલંકી સેવા આપી હતી. ત્‍યારબાદ યોજાયેલ. હરીફાઈમાં માનસી સાપોવડીયા વિજેતા, દર્શીટી કક્કડ રનરઅપ, રક્ષીત સગપરીયા રનરઅપ તથા શ્રદ્ધા વીરડા, કમલ મુલીયના, શ્વાંગી પીઠડીયા ત્રણ આશ્વાસન ઈનામ જાહેર થયા હતા. હરીફાઈ દરમિયાન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ગીરીશ ભીમાણી મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. વર્લ્‍ડ ઓફ વફલ્‍સ' અને કમલેશભાઈ (સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) સીન્‍ડીકેટ સભ્‍યો ડો. મિતુલ રૂપાણી તેમજ ડો.ગીરીશ ભીમાણીનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. વર્કશોપ અને કોમ્‍પીટીશનને સફળ બનાવવા માટે જેસીઆઈ રાજકોટ સિલ્‍વરના પ્રમુખ રાકેશ વલેરા, પ્રિતી દુદકીયા, ભૂતપૂર્વ પ્રમુખ અતુલ આહ્યા, મહિલા પાંખના વડા હિના નરસીયન, ભૂતપૂર્વ ઝોન ડાયરેકટર યોગીતા ચોકસી અને કમીટી મેમ્‍બર્સ હરિકૃષ્‍ણ ચાવડા, જીજ્ઞેશ ગોવાણી, બિજલ સોલંકી, ડિમ્‍પુલ દુદકીયા, મેઘા ચાવડા, પ્રતિક દુદકીયાએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૮)

(3:40 pm IST)