Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજકોટના આંગણે બનાવાશે મીની અયોધ્યા : આજીડેમ નજીક 47 એકરમાં રામવનનું નિર્માણ

કુંદરતી સૌંદર્ય સાથે ભગવાન સામનું જીવન ચરિત્ર દર્શાવાશે : રામ વનમાં સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધા

રાજકોટવાસીઓ માટે ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે.આજી ડેમ પાસે તૈયાર થઈ રહેલ રામ વન.કે . જેમાં કુંદરતી સૌંદર્ય સાથે ભગવાન સામનું જીવન ચરિત્ર  દર્શાવવામાં આવશે.

રાજકોટમાં નિર્માણ થઈ રહેલ અયોધ્યાનું રામવનમાં ફરવા આવતા લોકો માટે કેવા-કેવા આકર્ષણો હશે તેના પર નજર કરીએ તો.. રામ વનમાં સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબિશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે  

(11:24 pm IST)