Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વી.વી.પી. ના પ્રો. જૈમીન સંઘાણીના ર૦૩ લેકચર જીટીયુમાં પસંદ : ગુજરાતમાં પ્રથમ સ્થાન

રાજકોટ, તા. ર૩ : લોકડાઉનનાં સમયથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી - જીટીયુએ ગુજરાતની તમામ કોલેજોનાં પ્રાઘ્યાપકોને વેબસાઈટ પર લેકચર અપલોડ કરવા આહ્વાન આપ્યુ હતું, જેનો લાભ દેશવિદેશનાં અને ગુજરાતનાં  તમામ વિદ્યાર્થીઓ લઈ શકે. વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ૪ વર્ષોથી ફરજ બજાવતા પ્રો.  જૈમીન જયેશભાઈ સંઘાણીનાં કુલ ૨૦૩ લેકચરની આ વેબસાઈટ પર અપલોડ માટે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  વેબસાઈટ પર અપલોડ થતાં પહેલા તમામ લેકચરની તજજ્ઞ પ્રાઘ્દ્યાપકો દવારા ચકાસણી કરી પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ  જ અપલોડ કરવામાં આવે છે.  

 પ્રો. જેમીન જયેશભાઈ સંઘાણીનાં ડીગ્રી અને ડીપ્લોમાંનાં ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી , ઈલેકટ્રીકલ  વિધાશાખામાં ફીઝીકસ, બેઝીક ઈલેકટ્રોનીકસ ડીજીટલ સીગ્નલ પ્રોસેસીંગ, સીગ્નલ સીસ્ટમ, એનાલોગ ઈલેકટ્રોનીકસ, મેથ્સ, વરચ્યુઅલ  લેબ ડેમોન્સ્ટ્રેશન, એન્ટેના ડીઝાઈન, ઈલેકટ્રો - મેગ્નેટ, ડેટા સ્ટ્રકચર, રડાર જેવા વિવિધ વિષયો પર શ્રેષ્ઠ લેકચર પસંદ પામ્યા છે.  સમગ્ર ગુજરાતના તમામ પ્રાઘ્યાપકોમાંથી સોથી વધુ લેકચરની પસંદગી દવારા પ્રો. જેમીન જયેશભાઈ સંદ્યાણીએ સમગ્ર ગુજરાતમાં તા.  ર૦ જુલાઈ, ૨૦૨૦ નાં રેકર્ડ મુજબ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  

શ્રેષ્ઠ શિક્ષણ અને વિદ્યાર્થીઓનાં શેક્ષણિક વિકાસની સતત ચિંતા કરતા, વિદ્યાર્થીઓમાં અપાર લોકચાહના ધરાવતા, કોઈ પણ  કાર્ય માટે હંમેશા તત્પર, ઉર્જાવાન પ્રો. જેમીન જયેશભાઈ સંદ્યાણીએ ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનમાં બેચલર ડીગ્રી તથા માસ્ટર  ડીગ્રી પૂર્ણ કરી છે. તેઓ જીટીયુમાં ફાઈવ જી મોબાઈલ કોમ્યુનીકેશન પર પી.એચ.ડી. કરી રહયા છે. તેઓના કુલ ૪ સંશોધનપત્રો  રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા છે.

(3:45 pm IST)