Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જળ પુજનઃ રક્ષાબંધનના કાર્યક્રમો થશે

જિલ્લાની કારોબારીમાં ભાજપ સરકારના વખાણ : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ કારોબારી પ્રસંગે ડી.કે. સખિયા, મોહનભાઇ કુંડારિયા,લાખાભાઇ સાગઠિયા, ભાનુભાઇ મેતા, ભરત બોઘરા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ઁ ભાજપ સરકાર દ્વારા જળસંગ્રહ વધે તે માટે થઇ જળસંચય યોજ્વારા જીલ્લા તાલુકામા ંચેકડેમો, તળાવો ઉંડા ઉતાર્યા જેના કારણે સારા વરસાદથી તમામ ચેકડેમોમાં જળસંગ્રહમાં ખુબજ વધારો થયો છે. તેના ભાગરૂપે તમામ તાલુકાઓમાં જળપૂજન તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા બાબતે રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, ડો. ભરતભાઇ બોઘરા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા તથા જીલ્લાના હોદેદારો હાજર રહ્યા હતા. ૨૬ ઓગષ્ટે રક્ષાબંધનના કાર્યક્રમો યોજાશે. બેઠકમાં જીલ્લા અધ્યક્ષમશ્રી ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની પ્રગતિ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે ભાજપા સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. સરકારે તાજેતરમાં જળસંચય યોજના બનાવી ચેકડેમો, તળાવો ઉંડા કર્યા હોય ચેકડેમ થયા હોય ત્યાં વરસાદની નવી ઋતુમાં નવા પાણીની આવકથી આ તળાવો અને ચેક ડેમ ભરાયા હશે. વિવિધ સામાજીક સંસ્થાઓ, સમાજના આગેવાનો અને વિસ્તારના લોકોને જોડીને આ તમામ સ્થાનો પર 'જળ પૂજન' કાર્યક્રમો યોજાયેલ. આ કાર્યક્રમમાં સંગઠનના અગ્રણીઓ તેમજ ચુંટાયેલા પ્રતિનીધીઓશ્રી ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં જયેશ પંડયાએ વંદેમાતરમ ગાન કર્યુ હતું, વ્યવસ્થા અલ્પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂતે વ્યવસ્થા સંભાળી હતી તેમજ મિડિયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળ જણાવે છે.(૩.૧૦)

(4:03 pm IST)