Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ખેડુતને ડુંગળીના વેચાણ પેટે આપેલ ૭ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ

મહુવાની પેઢીના સંચાલકને હાજર થવા ફરમાન

રાજકોટ તા.૨૩: ''ખેડૂતને ડુંગળીના વેચાણ પેટે આપેલ રૂ.૭,૦૦,૦૦૦/-નો ચેક રીર્ટન થતા મહુવાની માર્કેટીંગ પેઢી વીરૂધ્ધ હળવદ કોર્ટમાં ચેક રીર્ટનની ફરીયાદ'' કરવામાં આવી છે.ફરીયાદની ટુંક વીગત એવી છે કે આ ફરીયાદી અશોકભાઇ છગનભાઇ ફળદુ તથા મહેશભાઇ માણાવદરીયા અને વિજયભાઇ માણાવદરીયાએ સાથે મળીને ખેતરમાં ડુંગળીનું ઉત્પાદન કરેલ હતુ.ઉપરોકત વિગતે સંયુકતમાં વાવેતર કરેલ ડુંગળીના પાકને વેચાણ કરવાની કામગીરી શરૂ કરતા, હળવદના દલાલ અજયભાઇ આચાર્ય (જલારામ ટ્રાન્સપોર્ટવાળા) મારફત આરોપી જયંતીલાલ રવજીભાઇ પટેલ (તે રવજીભાઇ પટેલ એન્ડ સન્સના પ્રોપરાઇટર દરજજે) ઠે.દુકાન નં.૧૦, મહુવા માર્કટયાર્ડ, મહુવા, જી.ભાવનગરવાળા આ કામના ફરીયાદીના સંપર્કમાં આવેલ અને ફરીયાદીએ ઉત્પાદીન કરેલ માલ આરોપીએ ચકાસીને, તે ઉત્પાદીત માલની ગુણવતા મુજબ વેચાણ કીંમત નક્કી કરવામાં આવેલ હતી અને આરોપી દ્વારા ફરીયાદી પાસેથી કુલ ૧૩૦૭૭ મણ ડુંગળી, મણ ડુંગળી, મણના રૂ.૧૫૫ લેખે ખરીદ કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.

ત્યારબાદ આરોપી પાસેથી બાકી નીકળતી લેણી રકમ પૈકી આરોપીએ આ કામના ફરીયાદીને આરોપી દ્વારા ફરીયાદીના નામજોગ એસ.બી.આઇ બેન્ક, મહુવા બ્રાન્ચ, મહુવાનો ચેક આપેલ હતો. આ ચેક રકમ રૂ.૭,૦૦,૦૦૦/-નો આપેલ હતો. ફરીયાદીએ સદરહું ચેક પોતાના ખાતાવાળી એસ.બી.આઇ બેન્ક, હળવદ બ્રાન્ચ, હળવદમા વટાવવા અર્થ રજુ કરતા સદરહું ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ જે અંગેની જાણ અમો ફરીયાદીએ અમારા એડવોકેટ અમીત ગડારા મારફત લીગલ નોટીસ આપીને કરી હોવા છતા આજદીન સુધી આ કામના ફરીયાદીને સદરહુ ચેકની રકમ નહી મળતા આ કામના ફરીયાદી અશોકભાઇ ફળદુએ આ કામના આરોપી જયંતીલાલ રવજીભાઇ પટેલ (તે રવજીભાઇ પટેલ એન્ડ સન્સના પ્રોપરાઇટર દરજજે) વીરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની હળવદના એડી.ચીફ જયુ.મેજી.ની કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે, અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદી અશોકભાઇ છગનભાઇ ફળદુ તરફે પી એન્ડ આર લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, અમીત વી. ગડારા, ભાર્ગવ પંડ્યા, કેતન જે.સાવલીયા, અમીત વી.ગડારા, રીતેશ ટોપીયા, મોહીત સ્વીયા પરેશ હિગ તેમજ હળવદના રવીચંદ્રભાઇ રાવલ રોકાયા હતા.(૭.૨૨)

(3:59 pm IST)