Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

નંદીપાર્કમાં મકાન અને આશ્રમ રોડ પર જુગાર રમતા દસ શખ્સો પકડાયા

ક્રાઇમબ્રાંચે નંદીપાર્કમાંથી પાંચ અને બીડીવીઝન પોલીસે પાંચની ધરપકડ કરી

રાજકોટ તા.૨૩: યુનિવર્સિટી રોડ પર નંદી પાર્કમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર એસએમ.ખત્રી તથા એસીપી જયદીપસિંહ, સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ બી.ટી ગોહીલ હેડ કોન્સ પ્રદિપસિંહ, અમીનભાઇ ભલુર, વિક્રમભાઇ લોખીલ, કુલદીપસિંહ જાડેડા, જયદીપસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંર ઝાલા, તથા જીજ્ઞેશભાઇ મારૂ તથા મીતાલીબેન ઠાકર સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કુલદીપસિંહ જાડેજા અને જયદીપસિંહ તથા પ્રધ્યુમનસિંહને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોજ નંદીપાર્ક શેરી નં.૫માં રહેતા ભરત લાલજીભાઇ જોબનપુત્રા (ઉ.વ.૫૪)ના મકાનમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મકાનમાલીક ભરત તથા અમરેલી મક્કરગઢ રોડ આનંદનગર શેરી નં.૩નો નિતીન લાલજીભાઇ જોબન પુત્રા (ઉ.વ.૪૫), માધાપર ચોકડી પાસે આવાસ યોજના કવાટર ૨૬/બીનો અમીત અશ્વીનભાઇ કાનાબાર (ઉ.વ.૨૬), ૧૫૦ ફુટ રોડ કીડવાઇનગર મેઇન રોડ, માધવ રેસીડેન્સી બ્લોક નં.૭૮નો મનીષ શાંતીલાલ જનાણી (ઉ.વ.૪૭), તથા ૧૫૦ ફુટ રોડ પર ચંદન પાર્ક શેરી નં.૬નો શીરીષ જેન્તીભાઇ ગાડીયા (ઉ.વ.૫૭)ને પકડી લઇ રૂ.૧,૨૯,૫૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં બીડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.એફ.ડામોર,એએસભાઇ મહેરાગીરી, હેડકોન્સ,વિરમભાઇ,અજીતભાઇ, હિતુભા, મહેશભાઇ, એભલભાઇ, કિરણભાઇ તથઆ મનોજભાઇ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીના આધારે આશ્રમ રોડ પારૂલ બગીચા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રોહીદાસપરા શેરી નં.૬નો હરેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૮), પેડક રોડ ગાંધી સ્મૃતી સોસાયટીનો વિશાલ છગનભાઇ આસોદરા (ઉ.વ.૨૦) રાજારામ સોસાયટીનો નૈમીષ હસમુખભાઇ કોટેચા (ઉ.વ.૩૮), રણછોડનગર-૬નો રવિ દેવજીભાઇ પરમાપ (ઉ.વ.૩૦)ને પકડીલઇ રૂ.૧૮૪૦ની રોકડ સહિતની જતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૭.૧૭)

(3:54 pm IST)