Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ટ્રાન્સપોર્ટરોની હડતાલનો અંત લાવો

કેન્દ્ર-રાજયના ટ્રાન્સપોર્ટ પ્રધાનો સમક્ષ ચેમ્બરની રજુઆત

રાજકોટ, તા. ર૩ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પાસે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનની આવેલ રજૂઆત મુજબ અપીલ ભારતીય ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા ટ્રાન્સપોટર્સની માંગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા તા. ર૦-૭-ર૦૧૮થી દેશના ટ્રાન્સપોટર્સ અનિશ્ચિત મુદતની હડતાલ પર ગયેલ છે. આ હડતાલની પડનાર ગંભરી અસરો ધ્યાનમાં લઇ ટ્રાન્સપોર્ટ હડતાલનો તુરત નિરાકરણની, આવશ્યકતા અંગે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા તથા ગુજરાત રાજયના ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી આર.સી. ફળદુ અને રાજય કક્ષાના ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સમક્ષ રજુઆત કરી છે.

રાજકોટ ચેમ્બરે રોડ-ટ્રાન્સપોટર્સ દ્વારા જીવન જરૂરી એવી ચીજવસ્તુઓનું દેશના એક ભાગથી બીજા ભાગના શહેરો અને ગામડાઓના જોડાણ કરતું પરિવહન આસાન અને સરળતાથી મળી રહે છે. આથી જરૂરી ચીજવસ્તુની અછત સર્જાતી નથી અને ભાવ નિયંત્રણમાં રહે છે. પરંતુ હડતાલ જો થોડા સમય પણ લંબાશે તો આમ પ્રજાને ઘણી જ મુશ્કેલીઓ-પરેશાની ભોગવવી પડશે તે બાબત મંત્રીશ્રીઓના ધ્યાન ઉપર મુકેલ છે.

વધુમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા સેવાઓની કામગીરી પણ નિભાવવામાં આવે છે. જેમાં ડ્રાઇવર-કલીનર અને મજૂરો જેવા સામાન્ય વર્ગને રોજગારી પૂરી પાડે છે અને ટ્રક સંચાલકો-ટ્રક ચાલકોને રોડ ઉપર પરિવહન દરમ્યાન પોલીસ તંત્ર/ાર.ટી.ઓ અને વિવિધ ટેક્ષ એજન્સીઓ દ્વારા બીન જરૂરી હેરાનગતિનો ભોગ બનવું પડે છે. ત્યારે ટ્રાન્સપોર્ટર્સ એસોસીએશનની માંગ મુજબ ડીઝલ/વિમા/ઓટોપાર્ટસ અને જી.એસી.ટી.ની જટીલ કાર્યવાહી, દર વગેરે બાબત સરકારે ટ્રાન્સપોર્ટ સંગઠન સાથે તુરત પરામર્સ કરી સર્વ માન્ય એવો ઉકેલ પ્રજાહીતમાં લાવવા ત્વરીત કાર્યવાહી કરવા કેન્દ્ર અને રાજયના ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રીઓને ભારપૂર્વક અનુરોધ કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવ્યું છે.(૮.૧૩)

(3:46 pm IST)