Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજપુત સમાજના વારસદારો કોણ છે? સચોટ માહિતી નથી, વીગતો મોકલો

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘની અપીલ

 રાજકોટઃ તા.૨૩, વિશ્વની મહાન સંસ્કૃતિ અને મહાન શોર્યવાન ઇતિહાસના સર્જક એવા મહાન રાજપુત સમાજના સદસ્યોકે જેઓેએ આ દેશ અને ધર્મ માટે લાખો બલીદાન આપેલ છે. આ રાજપુત સમાજના વારસદારો કોણ કોણ છે? તેની પુરી સચોટ માહિતી ઉપલબ્ધ નથી તેમજ કરોડો રાજપુત ક્ષત્રિયોને સંગઠિત કરવાનુ પહેલુ પગથીયુ તેઓની સાચી ઓળખ તથા સચોટ માહિતી છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠીત રાજપુત સંગઠન અખિલ ગુજરાત યુવા સંઘ દ્વારા આ વિરાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા.૧ જુલાઇથી ૩૦ જુલાઇ સુધીમાં કુટુંબી જનોની સંપુર્ણ વિગત ભરેલુ પરિવાર માહિતી પત્રક ભરીને જેતે વિસ્તારના હોદેદારો, સનિષ્ઠ કાર્યકરોને પહોંચાડવા દરેક રાજપુત પરિવારને અપિલ કરાઇ છે. માહિતી મળ્યા બાદ દરેક પરિવાર અને વ્યકિતને રાજપુત આઇડેન્ટીટી નંબર  આપવામાં આવશે આગામી શીતળા સાતમ તા.૨૧ સપ્ટેમ્બરના રોજ હજારો વિરસહિદો પોઢેલ છે. તે ભુચરમોરી શહિદ સ્મારક ધ્રોલ જી. જામનગર શહિદ વીરોને શ્રધ્ધાંજલી આપવા અપિલ કરાઇ છે.

 વિશ્વકોષના આ ભગીરથ કાર્યને સફળ બનાવવા ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજાના માર્ગદર્શનમા શ્રી કિરીટસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, બળદેવસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવા, પ્રવિણસિંહ ઝાલા, પથુભા જાડેજા,(દ્વારકા) હિતેન્દ્રભાઇ ઝાલા, એચ.બી. ઝાલા તેમજ મહિલા સંઘ શ્રીમતી હિનાબા ગોહિલ (પ્રમુખ  રાજકોટ શહેર) કિર્તિબા ઝાલા, સિતાબા જેઠવા, રજનીબા રાણા, હંશીનીબા જાડેજા, (પ્ર.મંત્રી) પુજાબા જાડેજા,  પુર્ણાબા  ગોહિલ  (ગૃહમાતા ) વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. તેમ બળદેવસિંહ ગોહિલ (મો.૯૯૦૯૦ ૧૨૧૦૦)ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:33 pm IST)