Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વરસાદના વરતારા તણાય ગયા : વિજ્ઞાન જાથા

સચોટ કારણ વિજ્ઞાન અને હવામાન ખાતુ જ આપી શકે : બાકી બધુ ગપગોળા

રાજકોટ તા. ૨૩ : માનવ જાત વિજ્ઞાનની મદદ વગર એક સેકન્ડ પણ ચલાવી ન શકે. પૃથ્વી પર બનતી કોઇપણ ઘટનાઓ ઉપર વિજ્ઞાન અને તેના આધારે હવામાન ખાતુ જ સચોટ કારણ આપી શકે બાકી ભડલી વાકયો કે ટીટોડીના ઇંડા કે હોળીની જાળની કહેવાતી માન્યતાઓ વ્યથ હોવાનું ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવેલ છે.

 

તેઓએ જણાવ્યુ છે કે અમદાવાદ અને જુનાગઢમાં વર્ષા પરિસંવાદ થયા અને વરસાદના વરતારા કરાયા. પરંતુ બધુ જ ખોટુ પડયુ. મે - જુનમાં વાવાઝોડુ, વરસાદ, વાવણી થઇ જશે વગેરે આગાહીઓ કરાઇ હતી તેનો કરૂણ રકાસ થઇ ચુકયો છે. વરતારા કરનારાઓમાં એકત્રતા પણ જોવા મળતી નથી.

દર વરસે આવા વરતારા કરાય છે. તેમના ઉપર કોઇ નિયંત્રણ હોતુ નથી. આવુ અવૈજ્ઞાનિક તિકડમ કાયમી માટે બંધ થવુ જોઇએ તેમ જાણાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ જણાવેલ છે. (૧૬.૩)

(4:08 pm IST)