Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રૈયા રોડ છોટુનગરની ઝુપડપટ્ટી પાસે ગંદકીના ત્રાસથી રહેવાસીઓ ત્રસ્ત

રાજકોટ : રૈયારોડ પર છોટુનગર સોસાયટી પાસેની ઝુપડપટ્ટીના કારણે આસપાસની સોસાયટીના રહેવાસીઓને પારાવાર ગંદકીનો સામનો પડી રહ્યાની બુમ ઉઠી છે. રૈયા રોડ હનુમાનમઢીથી એરપોર્ટ સુધીના આ માર્ગ પર છોટુનગર, રંગઉપવન, પ્રગતિ સોસાયટી, અંજની સોસાયટી, સરકારી કર્મચારી સોસાયટી, ઇન્કમટેકસ સોસાયટી, હરીભામ સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી સહીતના વિસ્તારોમાં ઉજળીયાત વર્ગનો વસવાટ છે. પરંતુ આ ઝુપડપટ્ટીના નાદાન લોકો જયાં ત્યાં કચરો ફેંકવાની અને એઠવાડ ફેંકવાની કુટેવ ધરાવતા હોય ચોમેર ગંદવાડો સર્જાયેલો રહે છે. આ વિસ્તારમાં આવેલ એક ૪૦૦ વારના પ્લોટમાં આસપાસના ઝુપડપટ્ટીના લોકો કચરો, એઠવાડ, સડેલા શાકભાજી, સડેલા ફ્રુટ ફેંકીજતા હોય તીવ્ર વાસ મારતી ગંદકી સર્જાય છે. એટલુ જ નહીં માસ મટન મચ્છીનો કચરો પણ અહીં ફેંકવામાં આવતો હોવાનો આક્રોશ આ ઉજળીયાતવર્ગની સોસાયટીના લોકોએ વ્યકત કર્યો છે. ભંગારના ધંધાર્થીઓ ભંગારની વસ્તુઓ તોડફોડ કરતા હોય અવાજનું પ્રદુષણ પણ રહે છે. તાંબાના તાર વાયર અને ટાયરને સળગાવવામાં આવે છે. છકડો રીક્ષા અને મેટાડોર જેવા વાહનો પણ આડેધડ પાર્કીંગ કરાય છે. આ તમામ બાબતે મહાનગરપાલીકાન સતાવાળાઓ સત્વરે તપાસ હાથ ધરી ઘટીત પગલા લ્યે તેવી ઉકત સોસાયટીના લોકોએ સામુહીક માંગણી ઉઠાવી છે. (૧૬.૬)

(4:02 pm IST)