Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમતો સિરાજ ઉર્ફ પીછો પકડાયોઃ જાવેદનું નામ ખુલ્‍યું

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ ફર્ન હોટલ સામેના ભાગે રોડ ઉપરથી મોબાઇલ ફોનમાં ઓન લાઇન આઇડી પર મુંબઇ ઇન્‍ડીયન્‍સ તથા દિલ્‍હી કેપીટલ વચ્‍ચે ચાલતી આઇપીએલની ટી-૨૦ મેચ પર રન ફેરનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમતા સીરાજ ઉર્ફે પીછો કાદરભાઇ સુમરા (ઉ.વ.૩૦ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દુધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૩ તાહેરી મંઝીલ)ને પકડી લઈ રૂ. ૧૦ હજારનો ફોન કબ્‍જે કરાયો હતો. પૂછતાછમાં જાવેદ રસુલભાઇ સુમરા (રહે.ધ્રાંગધ્રા)નું  નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી તથા ચેતનસિંહ ગોહિલની બાતમી આધારે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ પોલીસ ઇન્‍સ. વાય.બી.જાડેજા, પોલીસ ઇન્‍સ. જે.વી,ધોળાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રાનો જાવેદ પકડાયા બાદ વધુ વિગતો ખુલશે.

(2:43 pm IST)