Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટમાં જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી : સાંજે 7 વાગ્યા બાદ બિનજરૂરી બહાર નીકળનાર લોકો સામે ગુન્હો : 336 વાહનો જપ્ત

રાજકોટ : રાજકોટમાં લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ અને લોકડાઉનમાં મળેલ છૂટછાટ વિરુદ્ધ નિયમ પાલન નહિ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે જેમાં 336 વાહનો જપ્ત કરાયા છે

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ હેમદની સૂચના અને માર્ગદર્શનમાં મદદનીશ પોલીસ કમિશનર,ટ્રાફિક શાખા બી,એ,ચાવડા દ્વારા ટુ વહીલરમાં ફક્ત એક વ્યક્તિ અને થરી કે ફોર વહીલરમાં ડ્રાઈવર સહીત ત્રણ વ્યક્તિની છૂટછાટ અંગે સવારે 7 થી સાંજે 7 સુધીની જાહેરનામું હોવા છતાં સાંજના 7 વાગ્યા બાદ બિન જરૂરી બહાર નીકળનાર વિરુદ્ધ લોકડાઉન ભંગના કેસ કરવા સૂચના આપેલ જે મુજબ ટ્રાફિક શાકાહા દ્વારા આજે રાત્રે 9 વાગય સુધીમાં સેક્ટર-1માં 77 વાહન,સેક્ટર-2માં 111 વાહન,સેક્ટર-3માં 94 વાહન અને સેક્ટર-4માં 54 વાહનો મળીને કુલ 336 વાહન જપ્ત કરેલ છે

(10:46 pm IST)