Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

લોકડાઉન હળવુ થતાં જ પ્રદુષણ વધ્યુઃ૩૦ થી ૩પ ટકાનો વધારો

ત્રિકોણ બાગ-આજી ચોકડી- રેસકોર્ષ- કોઠારિયા- ગ્રીન લેન્ડ ચોકડી- માધાપર ચોકડી-અટિકા વિસ્તારોમાં હવા પ્રદુષિત થવા લાગીઃ હોસ્પિટલ ચોક- સોરઠિયાવાડી સર્કલ ઓછુ પ્રદુષણ : જો કે સાંજે ૬ પછી હવા શુદ્ધ થવા લાગે છે

મ્યુ.કોર્પોરેશનોના સેન્શરમાં નોંધાયેલ એર કવોલીટી ઇન્ડેક્ષ મુજબ આજે બપોરે શહેર ત્રિકોણબાગે સૌથી વધુ ૧૦૮ ની માત્રામાં પ્રદુષણ નોંધાયેલ જે તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ર૩ : શહેરમાં સતત પ૦ દિવસનાં સજ્જડ લોકડાઉન બાદ સરકારેલોકડાઉન હળવુ કર્યું છે. વેપાર-ધંધા-કારખાના ખૂલતાજ વાહનોની અવર-જવર વધી છે. ત્યારે શહેરની હવામાં પણ પ્રદુષણની માત્રા ૩૦ થી ૩પ ટકા વધી ગયાનું નોંધાયુ છે.

મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોના મુખ્ય ચોકમાં પ્રદુષણ માપવા માટે સેન્શરો મૂકવામાં આવ્યા છે. જેમાં લોકડાઉન દરમિયાન શહેરમાં સરેરાશ ૧ થી ૭પ ની માત્રામં પ્રદુષણ નોંધાતુ હતુ જે હવે લોકડાઉન ખુલતાની સાથેજ ર૯ થી ૬ર, ૧૭ થી ૧૦૧ અને ર૭ થી ૧૧૦ થી માત્રામાં નોંધાવા લાગ્યું હતું.

મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ ઉપર આજે બપોરે ર વાગ્યે જાહેર થયેલ પ્રદુષણની માત્રા મુજબ ત્રિકોણ બાગે સૌથી વધુ ૧૦૮ જેટલુ પ્રદુષણ નોંધાયેલ જયારે સૌથી ઓછુ પ્રદુષણ હોસ્પીટલ ચોક ખાતે રપ જેટલું નોંધાયેલ.

આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે આજી ડેમ ચોકડીએ ૭૭, પારેવડી ચોકે ૪પ, ભાવનગર રોડ મ્યુ.કોર્પોરેશન કચેરીએ ૭૭, રેસકોર્ષ રોડ 'અકિલા' ચોકમાં ૭૭, સોરઠીયાવાડી સર્કલ રપ, અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ૭૭, કોઠારીયા ચોકડી ૭૭, ગ્રીનલેન્ડ ચોકડી ૭૭ અને માધાપર ચોકડીએ ૭૭ આ મુજબ પ્રદુષણ નોંધાયું હતું.

જો કે માત્ર ત્રિકોણ બાગે સૌથી વધુ પ્રદુષણ નોંધાયું છે. તે સ્થળ ગંભીર કહી શકાય બાકીના બધા સ્થળોનું પ્રદુષણ નોર્મલ કહી શકાય.

આમ લોકડાઉન હળવુ થતાં કારખાનાનું પ્રદુષણ, વાહનોનું પ્રદુષણ વધ્યું છે. જેના કારણે શહેરની હવામાં દિવસ દરમિયાન પ્રદુષણની માત્રા જોવા મળે છે. પરંતુ ૭ વાગ્યા પછી કર્ફયુને કારણે હવા શુદ્ધ થવા લાગે છે.

ત્રિકોણબાગે બપોરે સૌથી વધુ ૪૦.૩૭ ડિગ્રી તાપમાન

સ્થળ

તાપમાન

ત્રિકોણબાગ

૪૦.૩૭ ડિગ્રી

ભાવનગર રોડ

૩૬.૭૪  ,,

રેસકોર્ષ

૩૬.૪૧  ,,

મહીલા કોલેજ ચોક

૩૬.૬૩  ,,

આજી ડેમ ચોકડી

૩૬.૭૧  ,,

ગ્રીનલેન્ડ ચોકડી

૩૬.૭પ  ,,

મોરબી રોડ

૩૬.૦૪  ,,

માધાપર ચોકડી

૩૬.૬૦  ,,

હોસ્પીટલ ચોક

૩૬.પ૯  ,,

સોરઠીયાવાડી સર્કલ

૩૬.૬૩  ,,

(3:31 pm IST)