Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કર્ફયુ વચ્ચે રાતે બે વાગ્યે હસનવાડીનો કપડાનો વેપારી વોકિંગમાં નીકળ્યોઃ જુના મિત્રએ પેડુમાં છરી ભોંકી દીધી

'તું કેમ મારો ફોન ઉપાડતો નથી?'કહી મા-બહેન સમી ગાળો ભાંડી હુમલો કર્યો : ગોપલાનગરમાં ડો. રાજાણીના દવાખાના પાસે બનાવઃ ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ઇનકાએ હુમલો કર્યોઃ સાત ટાંકા આવ્યા

રાજકોટ તા. ૨૩: લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ સાંજે ૭ થી સવારના ૭ સુધી કર્ફયુ અમલી બનાવાયો છે. કર્ફયુમાં પણ હસનવાડીમાં રહેતો રેડિમેઇડ કપડાનો વેપારી કોળી યુવાન રાતે બે વાગ્યે મિત્રો સાથે વોકિંગમાં નીકળ્યો ત્યારે તેના જુના મિત્રએ મારો ફોન કેમ ઉપાડતો નથી કહી છરીનો ઘા ઝીંકી દેતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

બનાવ અંગે હસનવાડી મેઇન રોડ પર  ગેલમા કૃપા ખાતે રહેતાં અને સોરઠીયા વાડી સર્કલ પાસે વન પાઉન્ડ નામે રેડિમેઇડ કપડાની દૂકાન ધરાવતાં હાર્દિક રામજીભાઇ શાપરા (ઉ.વ.૨૭) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી ગોપાલનગરના ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ઇનકો સામે ગુનો નોંધ્યો છે.

હાર્દિકએ ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવારે રાત્રે બે વાગ્યે હું તથા મારા બે મિત્રો જયદિપ દિપકભાઇ લહેરૂ અને દિપકભાઇ કોટક એમ ત્રણેય વોકિંગ કરવા નીકળ્યા હતાં. ત્રણેય ચાલતા-ચાલતાં ગોપાલનગર ડો. રાજાણીના દવાખાના પાસે પહોંચ્યા ત્યારે ઓટલા પર ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ઇનકો જે મારો જુનો મિત્ર હોઇ તે બેઠો હોઇ મને જોઇને 'તું કેમ મારો ફોન ઉપાડતો નથી?' તેમ કહી મા-બહેન સમી ગાળો ભાંડતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્કેરાયેલ અને નેફામાંથી છરી કાઢી પેટ નીચે ડાબી બાજુ એક ઘા ઝીંકી દીધો હતો. લોહી નીકળવા માંડતા મારા મિત્રો મને મધુરમ્ હોસ્પિટલમાં લઇ ગયા હતાં.  હુમલાને કારણે મને સાત ટાંકા આવ્યા છે.

ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ જી. ભદ્રેચાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)
  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST

  • ઉત્તરાખંડના ૧૩માંથી ૧૦ જીલ્લા કોરોનાની હડફેટેઃ પિથૌરાગઢ- રૂદ્રપ્રયાગ-ચંપાવત એ ૩ જીલ્લા ઉપર હવે નજર ન લાગે તો સારૃં: પ્રવાસીઓ બીજા રાજયોમાંથી સતત પાછા ફરી રહયા હોય આ ત્રણ જીલ્લામાં પણ કોરોના ટકોરો કયારે મારશે તે કહી શકાય નહિ access_time 10:29 am IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST