Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અન્ય રાજ્યોમાંથી રાજકોટ આવતા લોકો માટે પાસ અને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન ફરજીયાતઃ કલેકટરનું જાહેરનામું

આંતર જીલ્લામાં આવન-જાવન માટે પાસની જરૂરિયાત નહિઃ પરંતુ મેડીકલ ચેક અપ જરૂરી..: જીલ્લામાં ડેરી સવારે ૭ થી સાંજે ૭ સુધી ચાલુ રાખી શકાશેઃ ઉદ્યોગો -પેટ્રોલ પંપને સવારે ૮ થી ૬ સુધીની છુટ

રાજકોટ,તા.૨૩: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇ કાલે મોડી રાત્રે એક જાહેરનામું બહાર પાડી ગાઇડ લાઇન જાહેર કરી છે.

આ જાહેરનામા મુજબ આંતર જીલ્લામાં આવન-જાવન માટે કોઇ જ પાસ/ મંજુરીની આવશ્યકતા રહેશે નહીં પરંતુ આંતર રાજ્ય તથા રાજ્યની સરહદ પરથી આવન -જાવન માટે પાસ / મંજુરી અગાઉની સુચના મુજબ લેવાની રહેશે.

આંતર જિલ્લા આવન -જાવન માટે જીલ્લા ચેક પોસ્ટ ખાતે જીલ્લામાં આવતા લોકોએ આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે. અને પોતાના હાલના જિલ્લા અને રાજકોટ જિલ્લાના સરનામા, મોબાઇલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. અને તે સંબંધેના પુરાવા રજુ કરવાના (દેખાડવાના) રહેશે. જો કોઇ વ્યકિત કોવિદ-૧૯ના લક્ષણો ધરાવતી જણાશે. તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇન કરવામાં આવશે. તથા આગળની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

અન્ય રાજ્યોમાંથી રાજકોટ જીલ્લામાં આવતા લોકો પાસે અધિકૃત પાસ/ પરમીટ મંજુરી હોવી જોઇએ. અન્યથા આ જીલ્લામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બહારના રાજ્યોમાંથી રાજકોટ જીલ્લામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા આવા લોકોને સક્ષમ આરોગ્ય અધિકારીશ્રીનું (લક્ષણો રહીત) હોવાનું મુસાફરી શરૂ કર્યા તુરંત પહેલાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.

અન્ય રાજ્યોમાંથી રાજકોટ જિલ્લામાં આવતા તમામ લોકોએ ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન થવાનું રહેશે. તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરવાની રહેશે.

આ ઉપરાંત ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે ૮:૦૦ સાંજે ૬ સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઇ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. આવશ્ય ચીજવસ્તુઓ/ સેવા સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇ લાગુ પડશે નહીં. દુધ એકત્રીકરણ અને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના ૭ થી સાંજના ૭ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧ મે સુધી અમલમાં રહેશે.

(10:57 am IST)
  • ભારતમાં કોરોનાએ ફૂફાડો ફેલાવ્યો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6523 કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1,24,747 કેસ નોંધાયા : 69,207 એક્ટિવ કેસ : 51,807 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3726 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2940 કેસ અને તામિલનાડુમાં 786 કેસ વધ્યા :દિલ્હીમાં 660 નવા કેસ નોંધાયા access_time 12:45 am IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST

  • પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનાથી ભારતના વડાપ્રધાન શ્રી મોદી દ્રવિત : એકસો જેટલા નિર્દોષ નાગરિકોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું : ઇજાગ્રસ્તો સાજા થાય તે માટે દુવા માંગી access_time 12:15 pm IST