Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શુક્રવારે ડો. જૈમન ઉપાધ્યાય દિલ્હીમાં

રાજકોટને સેઇફ સિટી અંતર્ગત સ્માર્ટ સિટી ઇન્ડિયા એવોર્ડ સ્વિકારવા મેયરને નિમંત્રણ

રાજકોટ તા. ૨૩ : શહેરના આઈ વે પ્રોજેકટ ભારતભરમાં બેસ્ટ પ્રોજેકટ તરીકે પસંદગી પામેલ છે. આઈ વે પ્રોજેકટ શહેરીજનોને સલામતી પુરી પડવાની સાથો સાથ કાર્યદક્ષ રીતે સેવાઓ પુરી પાડવા માટે સફળ પ્રોજેકટ થયેલ છે. આઈ વે પ્રોજેકટ અંતર્ગત Award Initiated By Exhibition India Group દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટના અનુસંધાને સેઈફ સિટી અંતર્ગત સ્માર્ટ સિટી ઇન્ડિયા એવોર્ડ-૨૦૧૮ માટે રાજકોટ શહેર પસંદ થયેલ છે. આ ગ્રુપ દ્વારા જુદી જુદી કેટેગરીમાં કુલ ૧૭ એવોર્ડ આપવામાં આવનાર છે. જેમકે ડીઝીટલ સિટી, હેરીટેઝ સિટી, વિગેરે સમાવેશ કરેલ છે.

તા.૨૫ મે ના રોજ ન્યુ દિલ્હી ખાતે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રી અનુપ્રિયાશ્રી પટેલની ઉપસ્થિતીમાં સંસ્થા દ્વારા જુદા જુદા શહેરોને એવોર્ડ અર્પણ સમારોહ રાખવામાં આવેલ છે. આ એવોર્ડ અર્પણ સમારોહમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાયને ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળેલ છે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ સંસ્થા ભારત સરકારની નોડલ એજન્સી ઇન્ડિયા ટ્રેડ પ્રોમોશન ઓર્ગેનાઈઝેશનએ મીનીરત્ન કેટેગરી હેઠળની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

(4:23 pm IST)