Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રૂ.૧૧.પ૦ લાખનો ચેક પાછો ફરવા અંગે બફના ધંધાર્થી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.ર૩ : રાજકોટના કોઠારીયા સર્કલ પાસે જે.કે. મોલ પાછળ હાર્દિક બફના નામે ધંધો કરતા દિનેશ ભનાભાઇ ગરસરે ઢેબર રોડ પર આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા દિનેશભાઇ બચુભાઇ ભુત પાસેથી ધંધાના વિકાસ માટે લીધેલ રકમ રૂ.૧૧,પ૦,૦૦૦ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે હાર્દિક બફના માલીક આરોપી દિનેશ ગરસર સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ઢેબર રોડ પર આવેલ શ્રીમજીવી સોસાયટી રહેતા દિનેશભાઇ બચુભાઇ ભુતએ સોરઠીયાવાડી સર્કલ પાસે હાર્દિક બફના નામે કારખાનું ધરાવતા આરોપી દિનેશ ભનાભાઇ ગરસર સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી જય ખોડીયાર ઇલેકટ્રોનીકસના નામે સોરઠીયાવાડી સર્કલ પાસે ધંધો કરતા હોય અને આરોપીનો ધંધો ત્યાં બાજુમાં જ હોય અને ફરીયાદીને ત્યાં બેસવા જતા મિત્રતાના સબંધો બંધાતા આરોપીએ પોતાના ધંધાના વિકાસ માટે થોડા સમય પુરતા નાણાની જરૂરીયાત ઉભી થતા રૂ.૧૧,પ૦,૦૦૦ ફરીયાદી પાસેથી સબંધના દાવે મેળવી તે રકમ પરત અદા કરવા ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ લખી આપેલઅને રકમ રૂ.૧૧,પ૦,૦૦૦ પરત કરવા ચેક લખી આપી ચેક સુપ્રત કરતી વખતે પાસ થોઇ જવાના વચન, વાયદા આપી ચેક પાસ ન થવા દઇ ચેક રીટર્ન કરાવતા ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીની કાયદેસરની લેણી રકમ અદા ન કરતા ફરીયાદીએ દસ્તાવેજો પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ધંધાના વિકાસ અથે નાણા મેળવી પ્રોમીસરી નોટ લખી આપીઅને કાયદેસરના લેણા પેટ ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી દિનેશભાઇ ભુત વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની તથા હિરેન ડોબરીયા રોકાયેલ છે.

(4:03 pm IST)