Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સામેલ પ્રફુલ ઉર્ફે શંકર પાસામાં ધકેલાયો

પોલીસ કમિશનરે પાંચ મહિનામાં ૩૪ શખ્સોને પાસામાં ધકેલ્યા જેમાં ભકિતનગર પોલીસ મથકનો આંક ૧૮ થયો

રાજકોટ તા.૨૩: શહેરમાં મારા મારી, ચોરી સહિતના ગુન્હાઓમાં સામેલ શખ્સોને પાસામાં ધકેલવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે છેલ્લા પાંચ મહિનામાં ૩૪ શકસોને પાસામાં ધકેલ્યા છે. જેમાં ભકિતનગર પોલીસ મથકનો આંક ૧૮ થયો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ અને વાહન ચોરીના સાત જેટલા ગુન્હામાં સામેલ પ્રફુલ ઉર્ફે શંકર માધવજીભાઇ શ્રીમાળી (ઉ.વ.૨૭) (રહે, કાલાવડ રોડ મેટોડા જી.આઇ.ડી.સી.ઇશ્વરીયા રોડ જયંતીભાઇ પ્રજાપતીના ઇંટોના ભઠ્ઠામાં)ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડ કોન્સ. નિલેશભાઇ મકવાણા, ભાવિનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલીમભાઇ મકરાણી, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુંગશીયા તથા દીગ્પાલસિંહ જાડેજા સહિતને પ્રફુલ ઉર્ફે શંકરને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો. છેલ્લા પાંચ મહિનામાં પોલીસ કમિશનરે શહેરના ૧૩ પોલીસ સ્ટેશનોમાં ૩૪ શખ્સોને પાસામાં ધકેલ્યા છે. જેમાં ભકિતનગર પોલીસ  મથકમાં પકડાઇ ચુકેલા  ૧૮ શખ્સોને પાસામાં ધકેલ્યા છે.

(2:51 pm IST)