Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મંદિરમાં સફાઇ કરતી વખતે દુર જવાનું કહેતા મંગળસિંહ પરમાર પર હુમલો

હુડકો કવાટરમાં બનાવ : ભયલુ ગઢવી સહિત ચાર સામે ફરીયાદ

રાજકોટ તા ૨૩ : કોઠારીયા રોડ પર હુડકો કવાટર સામે સફાઇ કરતી વખતે દુર જવાનું કહેતા ગરાસિયા પ્રોઢપર ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ, હુડકો કવાર્ટર શેરીનં.૭ માં રહેતા અને ડ્રાઇવીંગ કરતા મંગળસિંહ ગગુભા પરમાર (ઉ.વ.૫૧) ગઇ કાલે ઘર સામે આવેલા મેલડીમાતાજી ના મંદિરમાં સાફ સફાઇ કરતા હતા ત્યારે ત્યાં બેઠેલા ભયલુ ગઢવી તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોને દુર ઉભા રએવાનું કહેતા ચારેય શખ્સો ઉશ્કેરાઇને મંગળસિંહને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે મંગળસિંહ પરમારે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. અમીતાબેન વાકુત્રાએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)