Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સબ સુખ લહૈે તુમ્‍હારા શરના તુમ રક્ષક કાહુ કો ડરના

અખંડ ભારત ભૂમિમાં સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા અનંત રામ ભકત વિર હનુમાન દેશ અને દુનીયાના અનેક દેશમાં વસવાટ કરતા કરોડો હિંદુઓ જાગતા દેવ તરીકે પુજે છે : ધર્મશાસ્‍ત્રમાં ઉલ્લેખ મુજબ ચૈત્રી સુદ પુનમના રોજ વિર હનુમાનજીનું અવતરણ થયેલ : સુંદરકાંડની લીલા વર્ણન ઉપરથી પ્રભુ અને રૂષીમુનીઓને આ અતિ સુંદર લાગતા આ પાઠનું નામ સુંદરકાંડ રાખેલઃધર્મશાસ્‍ત્રના મત મુજબ શ્રી હનુમાનજી પૂર્ણજ્ઞાની થવા માટે સુર્યદેવની પુત્રી સુવચૅલા સાથે લગ્ન કરેલ તેમ છતાં પણ તેઓ અખંડ બ્રહમચારી રહેલઃ ભગવાન શીવે એમના ૧૧ માં રૂદ્ર રૂપને વાનર રૂપે અવતરેલા. જેને જગત હનુમાનજી તરીકે ભજે છે પુજે છે : હનુમાનજી ખુબ જ જ્ઞાની, અતિ શકિતશાળી, સાહસીક, અને તીવ્ર બુધ્‍ધિશાળીનો ભવ્‍ય સંગમ છે. : ગુજરાતનો ડાંગ જીલ્લો પણ આ દાવામાં સામેલ છે.: આંધ્ર અને કર્ણાટકે રાજય વચ્‍ચે જન્‍મભૂમિના વિવાદને ઉકેલવા એક નિષ્‍ણાંતો અને વૈદિક સમિતીનું કર્ણાટક રાજયએ ગઠન કરેલ છે. : શ્રી હનુમાનજી સતત જાગતા, ભય રક્ષક દેવ તરીકે સમગ્ર દેશમાં પૂજાય છે. અભ્‍યાસુના મતે સમગ્ર દેશમાં સૌથી વધુ શ્રી હનુમાનજીની દેરીઓ અને મંદિરો સુરેન્‍દ્રનગરમાં સ્‍થપાયેલા છે.: શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે અનેક રાજયના હનુમાન ભકતો પોતાના પ્રદેશમાં શ્રી હનુમાનજી જન્‍મેલ છે. એવો દાવો કરે છે. :

રાજકોટ : જનજાગળતી  અભિયાન મંચના  પ્રમુખ  શ્રી  તખુભા  રાઠોડ  હનુમાન જયંતીના   શુભ દિવસે  દાદાને  વંદન કરતા  જણાવે છે  કે   સમગ્ર  ભારતના  સનાતન  ધમૅ જેમના નામ, કામ, બુઘ્‍ધિ, શકિતશાળી  એવા  રામ ભકત  અજર અમર છે   આજ  એમનો  શુભ અવતરણ  દિવસ છે  જન્‍મ સ્‍થળ   અંગે  દેશમાં  વિવિધ મતો  છે   જન્‍મ  સ્‍થળ  અંગે  અનેક  લોકવાયકા  છે  પણ  જન્‍મ દિવસ  અંગે એકસુત્રતા  છે  સમગ્ર હિન્‍દુના  કષ્‍ટભંજન  હનુમાનજીનો  જન્‍મ  ચૈત્રસુદ  પુનમના  દિવસે  થયાનું  શાસ્‍ત્રોમાં  ઉલ્લેખ  છે.

ચૈત્ર સુદ પુનમના  દિવસે  સમગ્ર  ભારતમાં   નાના ગામડા થી  મોટા  શહેરમાં  હનુમાન દાદાનો  જન્‍મ દિવસ  ખુબ  જ ભાવ, શ્રઘ્‍ધા,  અને  ઉત્‍સાહપૂવૅક  જન્‍મ  જયંતી  તરીકે  ઉજવણી  થાય  છે.

સંકટ  મોચન અને  જાગતા  દેવ હનુમાનજી  અને  ભગવાન રામની  કથા અંગે  ભારતભરના  વિવિધ  જ્ઞાતિ અને જાતિના  લોકો ખુબ  જ જાણકાર  છે  વિવિધ સંતોના  ધમૅના જ્ઞાન અંગેના  પુસ્‍તકોમાં શ્રી   હનુમાનજીની  શકિત  શ્રઘ્‍ધા  જ્ઞાન  અંગે  અદુભત  અને  જાણવા  જેવું લખાયેલ છે તે  હનુમાનજી  અતિ  વિઘ્‍વાન  અને  અતિ  શકિતશાળી  અને  બુઘ્‍ધિશાળી  હતા  જેને  કારણે  ભગવાન  રામની  જેમ  તેમનું  નામ  પણ  લોકોના અંતરમાં  વસેલું  છે  અને  તેઓએ  શકિત અને  બુઘ્‍ધિથી  રામના  જે  કાયોૅ  કરેલ  છે  તેની ધમૅ શાસ્‍ત્રોએ  અમર  નોંધ  લીધેલ છે.

સુગ્રીવજીએ  હનુમાનજીની શકિત  સમજણ અને  બુઘ્‍ધિથી આકષૉય  તેમના  મંત્રી મંડળમાં  આગવું  સ્‍થાન  આપેલ . વાલી વધના  કારણે અંગદ  સુગ્રીવનો જાની  દુશ્‍મન  બની  ગયેલ અને   સુગ્રીવ અને  તેની  સતાને  ખતમ  કરવા  તૈયાર  થયેલ  આવા   અતિ  વિકટ  સમયે  શ્રી  હનુમાનજીએ  શાંતી અને  બુઘ્‍ધિથી  અંગદને  શાંત  કરી શાંતી  સ્‍થાપેલ.

     સુંદરકાંડમાં  જે  હનુમાનજીની  લીલા  છે તે  પ્રભુ અને  તપસ્‍વી મુનીઓને અતિ સુંદર લાગે  જેને  કારણે  ધર ધર થતા  આ પાઠનું  નામ   સુંદર કાંડ  રખાયેલું  છે

     માતા  સીતાની  શોધમાં   હનુમાનજી  લંકાના રાવણના ભવ્‍ય અશોક વાટીકામાં  પહોંચે  છે  અહી  સીતા  માતાને  પોતે રામદુત  છે  એવો  વિશ્‍વાસ  અપાવવા  બાગના  એક  વિશાળ  ઝાડ  પછવાડે  છુપાઈને   માતાજી  સાંભળે  તેમ  રધુરાજ અને  રાજા  દથરથના ગુણ ગાય છે. આ બુઘ્‍ધિ ગમ્‍ય  વહેવારથી શ્રી હનુમાનજીએ  સીતા માતાનો  વિશ્‍વાસ  હાંસલ  કરેલ છે.

     ભગવાન  શીવે  એમના  ૧૧  માં  રૂદ્ર  રૂપને  ધારણ  કરી  વાનર રૂપે  અવતરેલા  જેથી  જેને  જગત  હનુમાનજી  તરીકે  પુજે   છે. 

     સમગ્ર  ભારતમાં   એક  પ્રચલીત લોકા વાયકા  છે કે  જે  જગ્‍યાએ  રામકથા રામધુન  રામભકિત  થતી  હોય  ત્‍યાં  હનુમાનજી  ગુપ્‍ત રીતે  આવી ઉભા  રહીને  ભગવાન  રામના  ગુણગાન સાંભળે  છે  શ્રી  રામે  હનુમાનજીને  વચન  આપેલ કે  જયાં સુધી   પળથ્‍વી  લોક  ઉપર  રામભકિત  થતી  રહેશે  ત્‍યાં  સુધી  હનુમાનજી  વિધમાન  રહેશે  અને  હનુમાનજીની  કિતિૅ  અનંત  રહેશે.         હનુમાનજી   આ  જીવન  બ્રહમચારી  હતાં  તેમછતાં  તેમના  લગ્ન  પૂણૅ  વિદ્યા  પ્રાપ્‍ત  કરવા  થયાનું વિવિધ  શાસ્‍ત્રોમાં  ઉલ્લેખ  છે  હનુમાનજીએ  સુયૅદેવને  ગુરૂ  સ્‍થાપેલ  અને  તેમની  પાસેથી   ૯  પ્રકારની અતી દિવ્‍ય  ભકિત  પ્રાપ્‍ત  કરવાનું  સંકલ્‍પ  કરેલ   જેમાંથી   સુયૅદેવના  ભ્રમર સાથે   પાંચ  પ્રકારની  વિધા   પ્રાપ્‍ત કરી  લીધેલ  સુંયૅ દેવ ભગવાનના  જણાવ્‍યા  મુજબ   બાકીના  ચાર  પ્રકારનું  વિધા જ્ઞાન  માત્ર  તેઓ  વિવાહીત   વ્‍યકિતને  આપી  શકાય  તેવું  છે   જેથી  હનુમાનજીને  સંપૂણૅ  જ્ઞાન  પ્રાપ્‍ત  કરવા  દિવ્‍ય  ભગવાન સુચન  કરેલ  કે  તેઓ  લગ્ન  કરી  લ્‍યે અને  હનુમાનજીએ  પૂણૅ જ્ઞાન  પ્રાપ્‍તિ  માટે   સુયૅ દેવની  અતિ તેજસ્‍વી પુત્રી સુવચૅલા સાથે લગ્ન  કરેલા   અને  હનુમાનજીએ  સુયૅદેવ  પાસેથી  સંપૂણૅ જ્ઞાન  પ્રાપ્‍ત  કરેલ   તેમ છતાં  પણ  શાસ્‍ત્રોના  જણાવ્‍યા  મુજબ  હનુમાનજીએ અને  સુવચૅલા  આજીવન શુઘ્‍ધ  બ્રહમચારી  રહેલ   ધામીૅક  ઈતિહાસકારોના  મતે  શ્રી  હનુમાનજીના  લગ્ન  આધ્રપ્રદેશના  ખમ્‍મમ  ગામે એક  વિશાળ  મંદિરમાં  થયેલા   જે  પ્રાચીન  મંદિર  આજપણ  હયાત   છે  અને   અહીં  ભગવાનના  લગ્ન  મહોત્‍સવની  તીથી  ઉજવવામાં  આવે  છે.

 આપણો દેશ સદીઓથી સનાતન હિંદુ ધર્મ અને તેની સંસ્‍કળતિના અતિ મજબુત પાયા પર ઉભો છે. દેશ અને ધર્મ ઉપર અનેક ધાર્મિક ઝનૂની તાકાતવર હુમલા પણ દેશની હિંદુ સંસ્‍કળતિ અને સનાતન ધર્મ અનંત ને અડગ છે.

વિવિધ જન આંદોલન બાદ અતિ લાંબાગાળાની અદાલતની પ્રક્રિયા બાદ શ્રીરામ જન્‍મભૂમિના પ્રશ્‍નનો સુખદ અંત આવેલ છે ત્‍યાં રામ ભકત શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે બે રાન્નય વચ્‍ચે મતભેદ અને વિવાદે જોર પકડેલ છે. એવું સમાચાર માઘ્‍યમ મારફત જાણવા મળેલ છે.

શ્રી હનુમાનજીના ભકતો દાદાને સતત જાગતા અને ભય રક્ષક દેવ તરીકે પુજન કરે છે. સમગ્ર દેશમાં દરેક ગામ અને શહેરમાં શ્રી હનુમાનજી દાદાની ડેરી, મંદિર અચુક જોવા મળશે. જાણકારોના મતે સુરેન્‍દ્રનગર શહેરમાં શ્રી હનુમાન દાદાની નાની મોટી ડેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્‍ય કોઇ શહેરમાં જોવા મળશે નહી.

સમગ્ર દેશમાં અને વિદેશમાં રહેતા કરોડો ધર્મ પે્રમીઓ શ્રી હનુમાનજી દાદામાં અનંત શ્રદ્ધાસહ ભકિત કરે છે.

આ અગાઉ શ્રી હનુમાનજી પુરૂષ હતા કે વાનર કુંવારા હતા કે પરણીત હતા એવો વિવાદ ચાલેલ. તો તાજેતરમાં શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના હનુમાન ભકતો વચ્‍ચે જન્‍મ સ્‍થળ માટે ઉગ્ર વિવાદ ઉભો થયેલ છે.

કર્ણાટક રાજયનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ રાજયના ગોકર્ણ ખાતે થયેલ. સામે આંધ્ર પ્રદેશનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ તિરૂપતીની સાત પહાડીઓ પૈકી એક અંજના નામની પહાડીમાં થયેલ. જેથી તિરૂપતી દેવસ્‍થાને એક નિષ્‍ણાંતોની વૈદીક સમિતિની રચના કરી જન્‍મ સ્‍થળ અંગે અહેવાલ આપવા જણાવેલ છે. દેશના અલગ અલગ ભાષાના પૌરાણિક ગં્રથોમાં શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે અલગ અલગ વર્ણનો છે. જેથી દેશના અનેક રાન્નય શ્રી હનુમાનજીનો જન્‍મ પોતાના રાન્નયમાં થયેલ છે એવા દાવા કરે છે. વિવિધ રાન્નયમાં શ્રી હનુમાનજી અનેક નામે પૂજાય છે . જેવા કે પવનપુત્ર, બજરંગ, કેસરીનંદન અને મારૂત. મઘ્‍ય પ્રદેશના એક પ્રાંતના કોક્રુસ જાતીના લોકો દ્રઢપણે માને છે કે અમો હનુમાનજીના વંશજ છીએ. શ્રી હનુમાનજીના જન્‍મ અંગે દેશના વિવિધ ભાગોમાં અનેક કથાઓ અને દંત કથાઓ સાંભળવા મળે છે.

મઘ્‍યપ્રદેશના કોકુસ નામની જાતીના લોકો દ્રઢતાથી જણાવે છે કે વર્તમાન રાંચી જીલ્લાના અંજન નામના ગામમાંજ હનુમાનજીનો જન્‍મ થયેલ, તો કર્ણાટકની પ્રજા એવો દાવો કરે છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ વેધારીના હામ્‍પી નામના ગામમાં થયેલ છે. ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસીઓનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્‍મ અહીંની એક ગુફામાં થયેલ છે. આ ગુફા અંજની ગુફા નામે ખૂબજ જાણીતી છે. આમ શ્રી હનુમાનજીના જન્‍મ સ્‍થળ અને નામો અંગે અનેક લોકવાયકા ચાલે છે. શ્રી હનુમાનજીના નામ અંગે અને જન્‍મ બાબતે અનેક ધાર્મિક ગ્રંથોમાં વિવિધ કથાઓ છે.

-હનુમાનજીનો જન્‍મ વાયુદેવ અને વાનર માતા અંજનના સંગાથથી થયેલ છે.     

-રાજા દશરથે પુત્ર પ્રાપ્‍તિ માટે એક મહાયજ્ઞ કરાવેલ અને આ યજ્ઞમાં ઋષીએ અગ્નિદેવ પાસેથી જે પ્રસાદ મેળવેલ અને આ પ્રસાદ ત્રણે રાણીઓને વહેંચી આપેલ. તે પૈકી રાણી કૈકેયીના ભાગનો પ્રસાદનો પડીયો. સમડી પગથી ઉપાડી ગયેલ અને આ પ્રસાદનો પડીયો સમડીના પગમાંથી છુટી જતા એક પર્વત ઉપર પડેલ ત્‍યા અંજની તપમાં હતી અને વાયુદેવે આ પ્રસાદ ઝીલીને અંજનીને આપેલ અને અંજની આ પ્રસાદ આરોગતા એનાથી તેમને જે પુત્ર જન્‍મેલ તે હનુમાન છે. 

-હનુમાનજીના નામ અંગે પણ વિવિધ ધર્મગં્રથમાં અનેક કથા છે.

-મારૂતી એટલે કે એ પવનની ઝડપે ઉડી શકતા જેથી તેને પવનપુત્ર ગણાય છે.

-મુળ નામ વ્રજંગ હતું, એનો એવો અર્થ થાય કે અતિ મજબુત અંગ ધારણ કરનાર અને આ નામ સમય જતા બજરંગ થઇ ગયેલ.

     -હનુમાન નામ એટલા માટે પડયું છે કે એમનું ડાબું હનુ એટલે કે ‘‘જડબું'' ભાંગી ગયેલ, એટલે શ્રી હનુમાન અનેક નામોમાં રામભકત નામ ખૂબજ પ્રચલીત છે. આ અંગેની કથા લાંબી અને જાણીતી છે.

-વેદોમાં રામાયણમાં અને ધર્મગં્રથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છે. ધાર્મિક બાબતોના અભ્‍યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઇ.સ. ૭૦૦ની આસપાસ થયેલ છે.

-શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે અને તે લાલ પથ્‍થરની હતી. તે ઇ.સ. પ૦૦ પછીની હોવાનું અનુમાન છે, જેથી શ્રી હનુમાનજીને ત્‍યારથી દેવ તરીકે પુજાતા હોવાનું ગણાય છે.

-દેશ સિવાય વિદેશમાં ઇન્‍ડોનેશીયા, ફ્રીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ. જાણકારોનું એવું માનવું છે કે હજારો વર્ષ પહેલા ભારતીય સાહસીકો આ દેશમાં વેપાર માટે ગયા હશે તે સમયે હિંમત અને ડર દુર કરવા શ્રી હનુમાનજીની સ્‍મળતિ સાથે લઇ ગયા હશે. જેથી પરદેશમાં પણ હનુમાન દાદા જાણીતા બન્‍યા હશે. ટુંકમાં આપણા કષ્‍ટભંજન હનુમાન દાદા દેશ-વિદેશમાં વંદનીય અને પૂજનીય તો છે જ.

શ્રી હનુમાનજી બળમાં તો અતિ બળવાન હતા. સાથોસાથ અતિ બુદ્ધીશાળી અને વિશાળ દ્રષ્‍ટિ વાળા હતા. શ્રી રામ લંકા વિજય બાદ અયોઘ્‍યામાં વિજય ઉત્‍સવની ઉજવણીમાં હીરા, ઝવેરાત ઇનામ રૂપે વિતરણ કરતા હતા ત્‍યારે શ્રી રામે હનુમાનજીને પૂછેલ તમને ભેટમાં શું આપું  તે સમયે શ્રી હનુમાનજીએ જણાવેલ પળથ્‍વી ઉપર જયાં સુધી રામના નામના જપ જપાતાં રહે તે એક એક જપ હું સાંભળતો રહું, આ વચન મેળવી શ્રી હનુમાનજી અમર બની ગયા.

આજના  શુભ  દિવસે   કષ્‍ટભંજન  હનુમાન દાદાના  ચરણોમાં  કોટી  કોટી  વંદન અને  દાદાની  જન્‍મ  જયંતી ખુબ  જ શાંતી  ઉત્‍સાહ  ઉમંગ  સાથે  પૂણૅ  થાય  તે જ  ભગવાન  રામને  પ્રાથૅના.

( વિવિધ  ધમૅગ્રંથમાંથી  સંકલન)

 સંકલન

-તખ્‍તસિંહ ( તખુભા)  રાઠોડ

મો. નં. ૯૮ર૪ર ૧૬૧૩૦

(3:55 pm IST)