Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પોપટપરામાં ભૂગર્ભ ગટરમાં ફસાયેલી બિલાડીને ફાયર બ્રિગેડની ટીમે બચાવી

કોઇ વિકૃત શખ્‍સે જાણી જોઇને બિલાડીને અંદર નાખ્‍યાની ચર્ચા

રાજકોટઃ શહેરના પોપટપરા નાલા નજીક ગુરૂનાનક હોલ પાછળ ભૂગર્ભ ગટરમાં એક બિલાડી પડી ગયાની જાણ થતાં રેલનગર ફાયર બ્રિગેડ ટીમના રણજીતભાઇ ભરડા, રાહુલ મુનીયા,  બિપીનભાઇ અંબાસણીયા સહિતની ટીમે પહોંચી રેસ્‍કયુ કરી બિલાડીને જીવતી બહાર કાઢી બચાવી લીધી હતી. ફાયર બ્રિગેડ ટીમની આ કામગીરી નિહાળવા એકઠા થયેલા લોકોએ જીવદયા પ્રેમીઓએ આ જવાનોની પ્રસંશા કરી હતી. બિલાડીને બહાર કાઢવામાં આવી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. ઘટના સ્‍થળે એસઆઇ પરેશ કરમટા તથા મોહિતસિંહ ઝાલા પણ પહોંચ્‍યા હતાં. ચેતનભાઇ ભટ્ટના કહેવા મુજબ ભૂગર્ભ ગટરનું ઢાંકણુ બંધ હતું. કોઇએ કદાચ બિલાડીને જાણી જોઇને અંદર નાખી હશે? તેવી ચર્ચા થતી હતી. આજુ બાજુની બીજી બે ગટરના ઢાંકણા તોડીને તેમાંથી લોખંડ ચોરી જવાયું હોવાની પણ ચર્ચા થતી હતી.

(2:42 pm IST)