Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પત્‍નિ સાથે ઝઘડો થતાં લોધેશ્વર સોસાયટીના રોહિતે ઝેર પીધું

રાજકોટ તા. ૨૩: લોધેશ્વર સોસાયટીમાં રહેતો રોહિત સુરેશભાઇ ગઢીયા (ઉ.વ.૩૦) સાંજે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રોહિત બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્રી છે. પોતે સિવિલ હોસ્‍પિટલમાં કોન્‍ટ્રાક્‍ટમાં નોકરી કરે છે. પત્‍નિ વૈશાલી સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં દવા પી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(11:43 am IST)