Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જય બજરંગબલી : હનુમાન જયંતીની શહેરભરમાં પાવનકારી ઉજવણી

રાજકોટ : અંજનીના જાયા અને પવનપુત્ર શ્રી હનુમાનજી મહારાજની આજે જન્‍મ જયંતી છે. શહેરભરમાં તેમના જન્‍મોત્‍સવને વધાવવા ધર્મમય આયોજનો થયા છે. રાજકોટ આખુ હનુમાનભક્‍તિમાં ઓળઘોળ બન્‍યુ હોય તેમ શેરીએ શેરીએ અને મંદિરે મંદિરે દાદાના જન્‍મોત્‍સવ નિમિતે પાઠ - પૂજા, આરતી - પ્રસાદના આયોજનો થયા છે. ઠેરઠેર ગુંદી ગાંઠીયાના પ્રસાદની તાપડ બોલાવાશે. બાળકો માટે બટુક ભોજનના આયોજનો થયા છે. હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ અને ધૂન ભજનની કર્ણપ્રિય ટયુનો વહેલી સવારથી ગુંજવા લાગી છે. શહેરના સુપ્રસિધ્‍ધ એવા શ્રી કરણસિંહજી સ્‍કુલના પ્રાંગણમાં બિરાજતા શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે સવારથી જ ભાવિકોએ દર્શન માટે કતારો લગાવી હતી. દાદાને અનુપમ શણગાર કરી દર્શન ખુલ્લા મુકાયા છે. પાઠ પૂજા અને હવન સહીતના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની પ્રતિતિ કરાવતી તસ્‍વીરો અહીં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

 

(11:39 am IST)