Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લોકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી

સંક્રમિતોને દવા-ઇલાજ સાથે સામાજીક-આર્થિક ખાત્રી આપોઃ આયુર્વેદ અને જીવનશૈલી બદલવાનો પ્રચાર-પ્રસાર જરૂરી છે

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે મુખ્ય મંત્રીને પત્ર લખી કર્યા કેટલાક સૂચનો

રાજકોટ તા.ર૩ : ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી જણાવ્યું છે કે કોરોનાનો ખાત્મો લાવવા લોકડાઉન એ એકમાત્ર ઉપાય નથી. કોરોના સામે લડવા ઇમ્યુનીટીની વૃદ્ધિ જરૂરી છે એટલું જ નહિ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર જરૂરી છે. એ માટે પ્રયાસો હાથ ધરવા જોઇએ એટલું જ નહિ લોકોને જીવનશૈલી બદલવા પણ આગ્રહ કરવો જોઇએ.

તેમણે જણાવ્યું છે. આ મહામારીને આવ્યાને એક વર્ષથી પણ વધુ સમય વિતી ગયો છે. છતા પણ આ મહામારી શા માટે, શેના થકી કે કયારે ફેલાય છે તે વિષે કોઇ સચોટ સંશોધન થયું નથી. માત્ર લોજિકને આધારે વિવિધ પગલાઓ લેવાય છે. જયારે કેન્દ્ર અને રાજય સરકારો લોકડાઉનની તરફેણમાં નથી ત્યારે સ્થાનિક પ્રશાસકો વેપારીઓને સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાળવા મજબુર કરી રહ્યા છે. તે યોગ્ય નથી. અને આ લોકડાઉન તેમજ રાત્રી કર્ફયુના પાલન કરાવવામાં ખુબજ અતિશયોકિત થઇ રહી છે. ને પ્રજાને પરેશાન કરવામાં આવી રહી છે.

આપને ખુબજ વિનમ્રતાથી એક પ્રશ્ન પુછવો છે. આ મહામારી દુકાનો ખુલ્લી રાખવાથી ફેલાય છે કે ભીડ એકઠી થવાથી ? આવુ સ્વભાવિક રીતે જ કહેવાય કે ભીડ એકઠી થવાથી તો દુકાનદારો દુકાન ખુલ્લી રાખે અને સ્થાનિક પ્રશાસનના સહકારથી દુકાનોમાં ભીડ એકઠી ન થવા દે અને કોરોનાના સામાન્ય નિયમોનું પાલન કરે તો તેનાથી મહામારી ફેલાવાનો ભય નહિવત છે. અહી એક બે ઉદાહરણ રજુ કરૃં છું, એક દુકાનદાર રોજના ૧૦૦ ગ્રાહકોને entertaiઁ કરતો હોય ને ૧ર કલાક દુકાન ખુલ્લી રાખે તો કલાકના એવરેજ ૮ થી ૯ ગ્રાહકો આવે એજ દુકાનદાર જો પાંચ કલાક દુકાન ખુલ્લી રાખે તો તેણે કલાકના ર૦ ગ્રાહક entertaiઁ કરવા પડે. ભીડ શામાં વધુ થાય. તેવી જ રીતે જો એક દુકાનદાર અઠવાડિયાના ૧૦૦૦ કસ્ટમર attend કરતો હોય અને ૭ દિવસ દુકાન ખુલ્લી રહે તો રોજના ૧૪૦ થી ૧૪પ ગ્રાહકો આવે. એજ દુકાન હવે માત્ર સપ્તાહના પ દિવસ ખુલ્લી રહે તો રોજના ર૦૦ ગ્રાહકો આવે. આમ દુકાનો ઓછો સમય ચાલુ રહે તો ભીડ વધવાની શકયતાઓ વધારે રહે છે માટે આવા સ્વૈચ્છિક લોકડાઉનનો આગ્રહ ન રાખવો જોઇએ તેમ પત્રમાં વધુમાં જણાવ્યું છે.

એજ રીતે રાત્રિ કર્ફયું દરમ્યાન, કાંઇક દવા કે ચીજવસ્તુ કે અન્ય કોઇ કામસર એકલ દોકલ વ્યકિત બહાર નીકળી હોય તો તેમની સામે પગલા ન લેવા જોઇએ હા જો પાંચ સાત લોકો સાથે ટોળામાં નીકળે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. પરંતુ એકલ દોકલ વ્યકિતને બિન જરૂરી કનડગત ન થવી જોઇએ કારણ કે એકાદ વ્યકિતના બહાર નીકળવવાથી મહામારી ફેલાવવાની શકયતા નથી.

કોરોના સામેની લડતનું મહત્વનું પરિબળ સંક્રમિત વ્યકિતનું મનોબળ અને હિંમત છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોરોના મહામારીનો પ્રચાર અને પ્રસાર તેમજ વેપાર ઉદ્યોગ અને employment ક્ષેત્રે નબળી પરિસ્થિતિને લીધે મહદ લોકોએ મનોબળ ગુમાવી દીધું છે એ મહામારી તેમજ આર્થિક ક્ષેત્રે બેહાલીના ડર ને કારણે ઘણા લોકો મહામારીનો મુકાબલો કરી શકતા નથી  અને તેથી જલ્દી અવસાન પામે છે. અત્યારે સંક્રમિત વ્યકિતઓને દવા, સારવાર ઉપરાંત સામાજિક અને આર્થિક assurance આપવાની તાકીદે જરૂર છે. તો આપ આ દિશામાં વિચારી યોગ્ય પગલા ભરશો તેવી ખાસ વિનંતી છે. અને લોકડાઉન જેવા અર્થતંત્રને હાનિકારક પગલાથી વિમુખ રહેવા સ્થાનિક પ્રશાશનને સમજાવશો. તેમ પત્રમાં જણાવ્યું છે.

પત્રના અંતમાં જણાવ્યું છ ેકે, આપણા પ્રાચીન આર્યુવેદમાં દરેક ગંભીર મહામારીના ઇલાજો છે. કેર મહામારીનો પ્રતિકાર કરવા માટે induilt immunity સહુથી મહત્વનું પરિબળ છે. માટે લોકોની જીવન શૈલી યોગ્ય રીતે ઘડવી ખુબજ આવશ્યક છે. આપણા પક્ષની ભગીની સંસ્થાઓ જેવી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમાં પાસે આ વિષયો પરત્વે ઘણા નિષ્ણંાતો છે. તો તેમના પ્રવચનો પ્રવાસો વગેરે ગોઠવી આર્યુવેદનો પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. આ પ્રયાસોમાં ધર્માચાર્યોની પણ સહકાર લઇ શકાય.તો આપને આ બધા સુચનો પર વિચાર કરી યોગ્ય પગલા લેવા નમ્ર વિનંતી છે. અર્થતંત્રને ફટકો પડે તેવા લોકડાઉનથી દુર રહી. મહામારી વિષે અન્ય જે કરવું પડે તે કરી વેપાર ઉદ્યોગને નુકસાની ન થાય તેવા પ્રયત્નો કરશો તેવી અપેક્ષા છે.

(4:01 pm IST)