Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રઘુવંશી અગ્રણી યોગેશ પૂજારાનું દુઃખદ અવસાન

અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ તરીકે સેવા આપેલી, સિવિલ હોસ્પિટલમાં ખીચડી, શિરો વિતરણ નિયમીતપણે કરતાં: દરેક સમાજને મદદરૂપ બનતાઃ કાલે ટેલીફોનીક બેસણું : અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ જાણીતા રઘુવંશી અગ્રણી અને સ્માઈલ કાર્ડવાળા યોગેશભાઈ પૂજારા કોરોના સામેની લાંબી લડત હારી ગયા છે. તેઓનું દુઃખદ અવસાન થયું છે.

અકિલા પરિવાર સાથે યોગેશભાઈ વર્ષોથી સંકળાયેલા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા અને અકિલાની વેબઆવૃતિના એડિટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

યોગેશભાઈએ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ તરીકે સેવા આપેલી. તેઓના સાનિધ્યમાં ત્રણ થી ચાર વખત લોહાણા સમાજનું નાતજમણનું પણ આયોજન થયું હતું.

તેઓ એકદમ સેવાભાવી વ્યકિત હતા. અનેક લોકોને મદદરૂપ થતા હતા. દર ગુરૂવારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખીચડી વિતરણ કરતા હતા. તેમજ સિવિલમાં પ્રસુતિગૃહમાં શીરાનું વિતરણ કરતા હતા. પોતાના ઘરે જ રસોઈ બનાવી જરૂરીયાતમંદોને ભોજન કરાવતા હતા. તેઓના દુઃખદ અવસાનથી લોહાણા સમાજને મોટી ખોટ પડી છે.

સ્વ.યોગેશ પુજારા (સ્માઈલ કાર્ડસ) રઘુવંશી અગ્રણી યોગેશ હિંમતલાલ પુજારા તે રાધા યોગેશના પતિ તથા સ્વ.દિપકકુમાર હેમતલાલ તથા સ્વ.રેખાબેન રસીકલાલ સેજપાલ અને અ.સૌ.રીટાબેન હરીષકુમાર ઠકકર મુંબઈના ભાઈ પરમના પિતા અને વિશાલ અને ચિરાગના કાકા તથા એડવોકેટ પ્રફુલચંદ્ર મણિયારના જમાઈનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું શનિવારના રોજ તા.૨૪ના સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખવામાં આવેલ છે. રાધાબેન યોગેશચંદ પુજારા મો.૯૯૨૪૭ ૭૯૦૦૦, વિશાલ દિપકકુમાર મો.૯૮૨૪૩ ૭૮૦૦૦, પ્રફુલચંદ્ર મણિયાર  (એડવોકેટ) મો.૯૮૨૪૨ ૮૫૪૪૭, હરી કૃષ્ણ બિલ્ડર્સ મો.૭૭૦૦૦ ૨૭૦૦૦

(4:00 pm IST)