Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પડયા ઉપર પાટુઃ મહામારી વચ્ચે પાણીની મોકાણઃ મવડીની શ્રીનાથજી સોસાયટીની ગૃહીણીઓમાં રોષઃ વાલ્વની ચાવી હાઇજેક કરી

રાજકોટ :.. શહેરમાં એક તરફ મહામારી વકરી રહી છે. પ્રત્યેક નગરવાસી આ સ્થીતીથી ભારે પરેશાન છે તેવા વખતે જ મવડીની શ્રીનાથજી સોસાયટીમાં જલારામ, મધુરમ, વૃંદાવન સહિતની સોસાયટીઓમાં છેલ્લા રપ દિવસથી પાણીની મોકાણ સર્જાઇ છે. અધિકારીઓ - પદાધિકારીઓને રજૂઆતો કરી થાકેલી  આ વિસ્તારની ગૃહીણીઓ આજે રોષે ભરાઇ હતી. અને પાણીનો વાલ્વ ખોલવા આવેલ વાલ્વમેનને ઘેરાવ કરી વાલ્વની ચાવી 'હાઇજેક' કરી તંત્રની આંખ ઉઘાડવા પ્રયાસ કર્યો હતો. તેમજ આ વિસ્તારનો પાણી પ્રશ્ન તાકીદે ઉકેલવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:56 pm IST)