Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કાળઝાળ ગરમીમાં દર્દીને તાપથી બચાવવા ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ખાનગી વાહન ધારકોએ અપનાવ્યો દેશી નુસ્ખો

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં કોવીડ-૧૯ના દર્દીઓને દાખલ કરવા ૧૦૮ એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની કતાર આજે પણ જોવા મળી છે. ક્રમાનુસાર દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે. જે દર્દીઓનો વારો નથી આવ્યો તેઓ પોતપોતાના વાહનોમાં રાહ જોઇ બેઠા છે. આ દરમ્યાન અનેક ખાનગી વાહન ચાલકોએ દર્દીને આકરા તાપથી બચાવવા દેશી નુસ્ખા અપનાવ્યા છે. દર્દીને કાળઝાળ તડકાથી બચાવવા કોઇએ ચાદર તો કોઇએ ટુવાલ કે કોઇએ ચુંદડીનો આશરો લઇ કાચ આડે ઢાંકી દીધેલ છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)