Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2024

બાલાજી હોલ પાસે ફૂટપાથ પરથી યુવાનની લાશ મળી

હાથ પર રાજૂ ત્રોફાવેલુઃ મુળ બિહારનો હોવાની લોકોમાં ચર્ચાઃ વાલીવારસની શોધખોળ

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક મહાપૂજા ધામ ચોક નજીક ફૂટપાથ પરથી અજાણ્‍યા આશરે ૨૫ થી ૩૦ વર્ષના યુવાનની લાશ મળતાં તાલુકા પીએસઆઇ એલ. બી. ડીડોલી, વિક્રમભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના હાથ પર રાજૂ અને બી ત્રોફાવેલા છે. લોકોમાં થતી ચર્ચા મુજબ મૃતક મુળ બિહારનો હતો અને અહિ ગમે ત્‍યાં કામ કરી સુઇ રહેતો હતો. બિમારીથી મોત થયાની શક્‍યતા છે. મૃતકના વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ઼ હતું. પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:28 pm IST)