Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ખાદ્યતેલ વેચતી દુકાનો ગ્રાહકોને હોમ ડીલીવરીથી માલ પહોંચાડી શકશેઃ સોમાની રજૂઆત બાદ કલેકટરનો નિર્ણય

રાજકોટ :. આજે લોકડાઉન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ખાદ્ય તેલ વેચતી દુકાનો બંધ કરાવવામાં આવતા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે આજે કલેકટરને રજૂઆત કરી હતી અને આ દુકાનો ચાલુ રહેવી જોઈએ તેવી રજૂઆત કરી હતીઃ તેમણે જણાવ્યુ હતુ કે ખાદ્યતેલ એક આવશ્યક ચીજવસ્તુ હેઠળ આવે છે તેથી તે ચાલુ રહેવી જોઈએઃ તેમણે જણાવ્યુ હતુ કે મિઠાઈઓ વેચતી દુકાનો બંધ રહે તો તે સામે કોઈ વાંધો નથીઃ ઉપરાંત નમકીન વેચતી દુકાનો પણ બંધ રહે કે રખાવવામા આવે તો તે સામે વાંધો નથી પરંતુ ખાદ્ય તેલ વેચતી દુકાનો ચાલુ રહેવી જોઈએ તો જવાબમાં કલેકટરશ્રીએ એવુ સૂચન કર્યુ હતુ કે ખાદ્ય તેલની ડીલીવરી કરવા માટે હોમ ડીલીવરી સિસ્ટમ અપનાવી શકાયઃ હવેથી ખાદ્ય તેલ વેચતી દુકાનો પોતાના ગ્રાહકોને હોમ ડીલીવરીથી તેલ પહોંચાડી શકશે તેમ સમીરભાઈ શાહે અંતમાં જણાવ્યુ હતું

(4:18 pm IST)